For Quick Alerts
For Daily Alerts
BJPના ઉમેદવારોની બીજી યાદી, વધુ 36 નામો થયા જાહેર
કોંગ્રેસ હજુ ઉમેદવારોની પ્રથમ યાદી અંગે અસમંસજમાં છે ત્યારે શનિવારે સાંજે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. આ બીજી યાદીમાં 36 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાદપ દ્વારા જે પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, તેમાં 70 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 80 ટકા નામો પુનરાવર્તિત કરવામાં આવ્યા હતા. બીજી યાદીમાં આશરે 50 ટકા ઉમેદવારો પુરાવર્તિત થયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓ પણ છે. 182 બેઠક પરથી કુલ 106 ઉમેદવારોની યાદી જાહેર થઇ ગઇ છે, જ્યારે 76 ઉમેદવારોના નામ બાકી છે.
ભાજપની આ બીજી યાદીમાં કઇ બેઠક પરથી કયા ઉમેદવારોના નામ જાહેર થયા, વાંચો અહીં...
- ભૂજ - નીમાબહેન આચાર્ય
- કાંકરેજ - કીર્તિસિંહ વાઘેલા
- વાંકાનેર - જીતુ સોમાણી
- ચોટીલા - ઝીણાભાઇ ડેડવાલિયા
- ગાંધીધામ - માલતીબહેન કે. મહેશ્વરી
- દાંતા - માલજીભાઇ કોદરવી
- પ્રાંતિજ - ગજેન્દ્રસિંહ પરમાર
- વટવા - પ્રદીપસિંહ જાડેજા
- નિકોલ - જગદીશભાઇ પંચાલ
- નરોડા - બલરામ થાવાણી
- જમાલપુર ખાડિયા - ભૂષણભાઇ ભટ્ટ
- ટંકારા - રાઘવજીભાઇ ગડારા
- ગોંડલ - ગીતાબા જયરાજભાઇ જાડેજા
- ધોરાજી - હરિભાઇ પટેલ
- કાલાવાડ(એસસી) - મૂલજીભાઇ ઘૈયાડા
- પોરબંદર - બાબુભાઇ બોખીરીયા
- કુતિયાણા - લખમણભાઇ ઓડેદરા
- માણાવદર - નીતિનભાઇ ફળદુ
- ઊના - હરિભાઇ સોલંકી
- લાઠી - ગોપાલભાઇ વસ્તરપરા(ચમારડી)
- ખંભાત - મથુરભાઇ રાવલ
- આંકલાવ - હંસાકુંવરબા રાજ
- માતર - કેસરીસિંહ સોલંકી
- સંતરામપુર (એસટી) - કુબેરસિંહ ડીડોર
- મોરવા હડફ (એસટી) - વિક્રમસિંહ ડિંડોર
- ફતેહપુરા (એસટી) - રમેશભાઇ કટારા
- ઝાલોદ (એસટી) - મહેશભાઇ ભૂરીયા
- દાહોદ (એસટી) - કનૈયાલાલ કિશોરી
- ગરબાડા (એસટી) - મહેન્દ્રભાઇ ભાભોર
- સંખેડા (એસટી) - અભેસિંહ તડવી
- ડભોઇ - શૈલેષભાઇ મહેતા(સોટ્ટા)
- માંડવી (એસટી) - પ્રવીણભાઇ ચૌધરી