For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો દાવો: PM માત્ર લાઇટીંગ પાછળ કરે છે 4 કરોડનો ધૂમાડો

કોંગ્રેસનો દાવો, 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીની અમદાવાદ મુલાકાતમાં માત્ર લાઇટ ડેકોરેશન પાછળ ખર્ચાયા છે 4 કરોડસોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું લાઇટબિલઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે, રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને આ સાથે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતની મુલાકાતે છે અને એ પછી 27 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યની મુલાકાત લેનાર છે. આ પહેલાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની ગુજરાત મુલાકાતો અને તેની પાછળ થતા ખર્ચા અંગે આડકતરો સવાલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક લાઇટ બિલ પોસ્ટ કર્યું છે.

light bill

આ લાઇટ બિલમાં પીએમ મોદી અને જાપાનના પીએમ શિન્ઝો એબે જ્યારે ભારતની મુલાકાતે હતા, એ સમયે લાઇટીંગ પાછળ કરવામાં આવેલ ખર્ચ અંગે માહિતી દર્શાવવામાં આવી છે. બૂલેટ ટ્રેનના ખાતમુહૂર્ત પ્રસંગે પીએમ મોદી અને જાપાનના પીએમ અમદાવાદ પધાર્યા હતા અને અહીં ઇન્ડો-જાપાન સમિટનું પણ આયોજન થયું હતું. લાઇટ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અનુસાર, ઇન્ડો-જાપાનના સમિટના દિવસે એટલે કે 17-09-2017ના રોજ અમદાવાદમાં લાઇટ ડેકોરેશન પાછળ 4 કરોડ 21 લાખ 28 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. હવે કોંગ્રેસના આ પ્રહારનો ભાજપ કે પીએમ મોદી કઇ રીતે જવાબ આપે છે, એ જોવું રહ્યું.

English summary
Gujarat Election 2017: Congress claims, light decoration Bill for Modi on Sept 17 cost Govt over 4 cr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X