For Quick Alerts
For Daily Alerts
નવસારીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કર્યો ભાજપનો પ્રચાર
એક બાજુ જ્યાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની મુલાકાતે છે ત્યાં જ બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પર આજે ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય મંત્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર અર્થે આજે વહેલી સવારે નવસારી આવ્યા હતા. અને અહીં ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે વાંચો સ્મૃતિ ઇરાનીનો આજનો કાર્યક્રમ શું છે.
સ્મૃતિ ઇરાની કાર્યક્રમ
- 10.15 AM : સુરત એરપોર્ટ ખાતે પધારશે.
- 11.30 થી 12.30 પ્રીતમ ચોક, સિંધી કોલોની, નવસારી
- 2.00 PM થી 3.00 PM શિવાજી ચોક, વિજલપોર
- 3.00 PM થી 4.00 PM ઘેલખડી, નવસારી
- 4.00 PM થી 5.00 PM ઉત્તમપાર્ક સોસાયટી, કબીલપોર
નોંધનીય છે કે નવસારીમાં સ્મૃતિ ઇરાની સાથે ભાજપના 6000 વધુ કાર્યકર્તાઓ પણ જોડાશે. અને આ દ્વારા તે ઘરે ઘરે ફરીને ભાજપના કાર્યોને લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે. આ ઉપરાંત આજે રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને પરેશ રાવલ પણ ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં અલગ અલગ સ્થળે હાજરી આપી જોડાશે.