For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો રાફડો

બીજા તબક્કા માટેના ઉમેદવારોનો આંક 1200 એ પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવોનો છેલ્લો દિવસ હતો. આ અંગે વધુ વાંચો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 977 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. બીજા તબક્કા માટે પણ ઉમેદવારોનો આંક 1200 એ પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવોનો છેલ્લો દિવસ હોવાથી, જે પક્ષ તરફથી જે ઉમેદવારને મેન્ટેડ મળે છે તે તુરત જ ઉમેદવારી પત્ર ભરવા પહોંચવા લાગ્યા છે. આ કારણે જાણે ઉમેદવારી પત્ર ભરવાનો રાફડો ફાટ્યો હોય એવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કાની 93 બેઠક માટે શુક્રવાર સુધી 351 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. સોમવારે બપોર સુધીમાં 14 જિલ્લાની 93 બેઠક માટે શુક્રવારે 191 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા હતા.

Hitu kanodiya

તો 20 થી 24 નવેમ્બર દરમિયાન કુલ 351 ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે. સોમવારે નરોડાથી શિવસેનાના ઉમેદવાર આર.કે.રાજપૂત દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. એલિસબ્રિજ વિધાસભામાંથી ઉમેદવાર રાકેશ શાહ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. ઠક્કરબાપા વિધાનસભામાંથી પણ ઉમેદવાર વલ્લભ કકડિયા ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. બાયડ 32 વિધાનસભા માટે ભાજપમાં અદેસિંહ માનસિંહ ચૌહાણ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા આગાઉ રેલી કાઢી પ્રસ્તાન સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા હતા. ઇડર વિધાનસભા માટે ભાજપના હિતેશ કનોડીયાએ પણ સોમવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

English summary
Gujarat Election 2017: Last day to fill nomination form, more than 1200 candidates to fill the form on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X