For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિ-સોમ ગુજરાતમાં પીએમ મોદી, 2 દિવસમાં 7 સભા ગજવશે

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પધારનાર છે.3જી અને 4થી ડિસેમ્બર દરમિયાન પીએમ મોદી રાજ્યની મુલાકાત લેનાર છે અને આ દરમિયાન 7 રેલીઓ કરશે.આ અંગે વધુ વાંચો અહીં

By Shachi
|
Google Oneindia Gujarati News

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પધારનાર છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 170થી વધુ રેલીઓ કરી છે અને રાજ્યમાં 37થી વધુ રેલીઓ કરી છે. 3જી અને 4થી ડિસેમ્બર દરમિયાન પીએમ મોદી રાજ્યની મુલાકાત લેનાર છે અને આ દરમિયાન 7 રેલીઓ કરશે. પહેલા તબક્કાની ચૂંટણી 9 ડિસેમ્બરે યોજાનાર છે, એ વાતને ધ્યાનમાં રાખતા જ રેલીના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. 3જી ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં જનસભા સંબોધનાર છે. ત્યાર બાદ સાંજે 5 વાગે તેઓ સાણંદના ચારોડી ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ(SGVP)ના કાર્યક્રમમાં ભાગ લેશે.

Narendra Modi

ભાજપ દ્વારા પીએમ મોદીની આ રેલીઓ રણનીતિ હેઠળ એવા વિસ્તારોમાં રાખવામાં આવી છે, જ્યાં ભાજપને થોડા બળની જરૂર છે. આ વિસ્તારો એવા છે, જ્યાં એકજ વિસ્તારમાં 4થી 5 બેઠકોનો સમાવેશ થતો હોય. સુરેન્દ્રનગરમાં 5 વિધાનસભા બેઠકો છે, જ્યાં ભાજપની પરિસ્થિતિ નબળી છે. અહીં કોંગ્રેસ પાસે સોમાભાઇ પટેલની વોટ બેંકનો આધાર છે, તો ભરૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ અહમદ પટેલનું વર્ચસ્વ છે. રવિવારે નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પણ થોડો સમય પસાર કરનાર છે. આથી આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર યોગ્ય છે કે નહીં, બિલ્ડિંગ તૂટે એમ છે કે નહીં, શોટ-સર્કિટ થાય એવું તો નથી વગેરે માટે તપાસ આદરવામાં આવી હતી. આ કામગીરીને કારણે થોડો વિવાદ પણ સર્જાયો હતો.

English summary
Gujarat Election 2017: PM Modi in Gujarat for 2 days, will address 7rallies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X