For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડ:ચૂંટણી ટાણે 5 લાખ રોકડ ઝડપાતા ઇલેક્શન સ્ક્વોડ એક્શનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રોકડની હેરફેર પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. વલસાડના ઉમરગામ પાસેથી પોલીસના 5 લાખ રોકડ મળી આવ્યા. આ અંગે વધુ વાંચો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ચૂંટણી નજીક આવતા ગેરકાયદેસર નાણાંની હેરફેર વધે નહીં તે માટે પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા મરોલી ગામે પોલીસને રોકડ મત્તા મળી આવી હતી. મરોલી ચાર રસ્તા પાસે પોલીસને વાહન ચેકિંગ દરમિયાન પાંચ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. જેમાં 500, 100 તેમજ 2000ની નોટનો સમાવેશ થતો હતો. આ કરન્સીને નારગોલ મરીન પોલીસે કબજે કરી હતી. રોકડ રકમ કોની છે અને આ શખ્સો તે ક્યાંથી લાવ્યા તેમજ કોને આપવાની છે તે અંગેની તમામ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Valsad

જો કે, પોલીસ પૂછપરછમાં આ શખ્સોએ જણાવ્યું હતું કે, તેઓ આ નાણાં દમણથી ભીલાડ લઈ જતા હતા. નાણાં મેડિકલ સ્ટોર માટે હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે, તે અંગેના કોઇ પુરાવા આ શખ્સો આપી શક્યા નહોતા. તેથી તમામ રોકડ જપ્ત કરવામાં આવી હતી. સાથે જ ચૂંટણી ફલાઇંગ સ્કવોડને જાણ કરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે.

English summary
Gujarat Election 2017: Police arrested men with 5 lac cash from Umargam, Valsad. Police and Election Flying Squad are busy in further investigation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X