રાહુલ ગાંધી આજથી 3 દિવસ માટે ઉત્તર ગુજરાતના પ્રવાસે

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ઉત્તર ગુજરાત વિસ્તારની ત્રણ દિવસની મુલાકાતે છે. નોંધનીય છે કે તેમના આ પ્રવાસમાં તે ઉત્તર ગુજરાતના 13 વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત લેશે સાથે જ જૈનથી લઇને હિંદુ તેવા કુલ 7 મંદિરોની મુલાકાત કરશે. સાથે હિંમતનગર, ઇડર જેવા ભાજપ તરફી પ્રદેશોમાં જાહેર સભા પણ કરશે. નોંધનીય છે કે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તાર જેમ કે પાલનપુર, ડીસા અને પાટણમાં પણ જે જાહેરસભા સંબોધશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પૂર વખતે ધાનેરામાં તેમની પર પથ્થર મારવાની ઘટના બની હતી. વધુમાં ઉત્તર ગુજરાતમાં જ્યારે પૂર હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ જતા રહ્યા હતા તે વાતનો રોષ પણ લોકોના મનમાં છે. તે જોતા રાહુલ ગાંધીની આ યાત્રા મહત્વપૂર્ણ બની રહેશે.

Rahul Gandhi


ત્યારે રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ આ મુજબ છે.

9:30 અમદાવાદ એરપોર્ટ
10:30 પ્રાંતિજ જૂના બસ સ્ટેન્ડ પર ચોક પર ચર્ચા
12:30 હિંમતનગરમાં ખેડૂત સભા
2:00 PM ઇડર સરપ્રતાપ હાઇસ્કૂલ ખાતે સભા
3:50 PM ખેડબ્રહ્મામાં આદિવાસી વિકાસસભા
5:00 PM દાંતા
6:00 PM અંબાજીના દર્શન કરી રાત્રિરોકાણ

English summary
Gujarat Election 2017 : Rahul Gandhi is on 3 day visit of North Gujarat.
Please Wait while comments are loading...