રાહુલ ગાંધી, ગુજરાતમાં કેમ મંદિરો ગણી રહ્યા છે? આ કારણ છે..

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર રાહુલ ગાંધી તેમનો હિંદુત્વ ચહેરો બતાવી રહ્યા છે તેમ કહીએ તો બિલકુલ પણ અતિશ્યોક્તિ ના કહેવાય. નોંધનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારથી ઉત્તર ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવી રહ્યા છે જેમાં તે જૈન મંદિરોથી લઇને અંબાજી અને ખોડિયાર માતાના મંદિર તેમ કુલ 8 મંદિરોની મુલાકાત લેશે. આ પહેલા પણ તે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ચોટીલાથી લઇને દ્વારકા સુધી તે પોતાનું શિશ ઝુકાવી આવ્યા છે. એટલું જ નહીં ચોટીલામાં તો તે પગથિયા પણ ફટાફટ ચડી ગયા હતા. નોંધનીય છે કે આ વખતની ચૂંટણીમાં પહેલા વાર કોંગ્રેસ તેનો સોફ્ટ હિંદુત્વ ચહેરો બતાવી રહ્યો છે. અને આજ કારણ છે કે નીતિન પટેલથી લઇને ભાજપના અનેક નેતાઓ આને કોંગ્રેસની ખોટો દેખાડો કહી ચૂક્યા છે.

કેમ આવ્યા ભગવાન યાદ?

કેમ આવ્યા ભગવાન યાદ?

ગુજરાતમાં છેલ્લા 20 વર્ષોથી ભાજપ તેનો હિંદુત્વ ચહેરો બતાવી જીતતી આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં જૈનીઝમ અને હિંદુઓની સંખ્યા પણ વધુ છે. આ પહેલા કોંગ્રેસ મુસ્લિમો, આદીવાસીઓના વોટબેંક ગુજરાતમાં વધારે ધરાવતી હતી. પણ પહેલી વાર ગુજરાતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ તેનો સોફ્ટ હિંદુત્તવ ચહેરો બતાવી તેની જૂની બિન સંપ્રદાયિક ઇમેજને ચેન્જ કરી રહી છે.

જૈન મંદિરની પણ મુલાકાત

જૈન મંદિરની પણ મુલાકાત

ગુજરાતમાં પહેલી વાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે ઉત્તર ગુજરાતના શંખેશ્વર જૈનપ્રભુના દર્શન કરશે. આ પહેલા રાહુલ ગાંધી કદી પણ કોઇ જૈન મંદિરની મુલાકાત તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નથી લીધી. આમ હિંદુઓ સાથે જ કોંગ્રેસ આ વખતે જૈનોને પણ પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે અમિત શાહ અને વિજય રૂપાણીના કારણે જૈનો ગુજરાતમાં ભાજપ પર ઝુકાવ વધુ રાખે છે. આ ઝુકાવને તોડવા માટે જ કોંગ્રેસ આ નીતિ અપનાવી રહ્યું છે.

રાહુલની ઇમેજ ચેન્જ

રાહુલની ઇમેજ ચેન્જ

આ પહેલા જેટલી વાર રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કે મુલાકાત કરવા આવ્યા તે કરતા આ વખતની તેમની ઇમેજને ખાસ મેકઓવર સાથે ચેન્જ કરવામાં આવી છે. રાહુલ ગાંધી પહેલા જ્યારે ગુજરાતમાં આવતા ત્યારે તેમને કોઇ ગંભીરતાથી નહતું લેતું. પણ આજે તેમના ભાષણોમાં તે એન્ગ્રી યુવા નેતા હોય તેવા બતાવવામાં આવ્યા છે. સાથે જ લોકો સાથે સેલ્ફી અને સામાન્ય હોટલમાં ખાઇને તેમની કોમન મેન ટાઇપની ઇમેજ ઊભી કરવામાં આવી રહી છે. સાથે જ મંદિરોના દર્શન આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસ લાભકારી ચોક્કસથી રહેશે. વધુમાં ગબ્બર સિંહ ટેક્સ જેવા તેમના ચોટદાર ભાષણો ગુજરાતમાં કોંગ્રેસની ઇમેજ સુધારી રહ્યા છે.

ભાજપનું દુખ

ભાજપનું દુખ

જો કે હિંદુત્વના મુદ્દાને 22 વર્ષોથી સાચવીને બેઠલી ભાજપને આ વાતથી દુખ થાય તે સામાન્ય વાત છે. માટે જ નીતિન પટેલ શુક્રવારે નીતિન પટેલ કહ્યું હતું કે રાહુલ ગાંધીની આ તમામ મંદિર મુલાકાતો રાજકારણ કારણોથી પ્રેરિત છે. અને તેમને તેમના નાના જવાહરલાલ નેહરુની બિન સાંપ્રદાયિક નીતિને યાદ કરવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાહુલ ગાંધી છેલ્લા ત્રણ મહિનામાં જ 12 વધુ મંદિરોની મુલાકાત લીધી છે જેમાં દ્વારકાથી લઇને ચોટીલાનો સમાવેશ થાય છે અને અંબાજીથી લઇને દલિતાનો દેવ વીરમાયાદેવના પણ દર્શન કોંગ્રેસના આ યુવરાજ કરવાના છે.

English summary
Gujarat Election 2017: Rahul Gandhi visited more than 12 temple in Gujarat. Read here whats the reason behind it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.