સુરત: BJPના કિશોર કાનાણીના કાર્યાલય પર PAAS કરી તોડફોડ

Subscribe to Oneindia News

સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીનું કાર્યાલય આવેલું છે ત્યાં ગત મોડી રાત્રે પાસના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ભાજપના કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પણ બની હતી.આ ઘટનામાં પાસના કાર્યકરો તથા ભાજપના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાની ઘટના પણ સામે આવી છે. આ ઘટનામાં સૂત્રોના જણાવ્યા મુજબ એવી વિગતો એવી છેકે થોડા મહિનાઓ અગાઉ પાસના એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ આશરે દોઠેક વર્ષ પહેલા બનેલી ઘટના હતી. અને આ યુવક પર હુમલો ભાજપે કરાવ્યો હોવાની આશંકા સાથે ગત રાત્રે પાસના કાર્યકરોએ કિશોર કાનાણીના ભાજપ કાર્યાલયને નિશાન બનાવી હતી અને બંને પક્ષો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

Surat

કિશોર કાનાણીના જણાવ્યા પ્રમાણે તેઓ જ્યારે હિરાબાગ પાસે લોકસંપર્કમાં નીકળ્યા હતા. ત્યારે આ હુમલો કરાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે ઘટનાને થાળે પાડી હતી. હાલ તો પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે પરંતુ હવે આ ઘટનામાં નવો ફણગો શું ફૂટે છે તે જોવું રહ્યું. નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવી ઘટનાએ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

English summary
Gujarat Election 2017: Surat, Varachha MLA Kumar Kanani office attacked by Pass.Read More Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.