For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election 2022 : AAP એ જાહેર કરી ઉમેદવારોની 4થી યાદી, કુલ 41 ઉમેદવારો જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. હાલ દરેક પાર્ટી ચૂંટણી પ્રચારમાં જોતરાઇ ગઇ છે. જેમાં સૌપ્રથમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. હાલ દરેક પાર્ટી ચૂંટણી પ્રચારમાં જોતરાઇ ગઇ છે. જેમાં સૌપ્રથમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા આ પહેલા 3 યાદી જાહેર કરી ચૂકી છે. જે બાદ આજે આમ આદમી પાર્ટી દ્વારા 4થી યાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ સ્થિત કાર્યાલયમાં ચોથી યાદી જાહેર કરતા સમયે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આપની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે.

ચોથી યાદીમાં ઉમેદવારોના નામ

ચોથી યાદીમાં ઉમેદવારોના નામ

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ચોથી યાદીમાં હિંમત નગરમાંથી નિર્મલસિંહ પરમાર, ગાંધીનગર દક્ષિણમાંથી દોલત પટેલ, સાણંદમાંથી કુલદીપ વાઘેલા, વટવાથી વિપિન પટેલ, અમરાઈવાડીથી ભરત પટેલ, કેશોદમાંથી રામજી ચુડાસમા, થાસરામાંથી નટવરસિંહ રાઠોડ, સેહરામાંથી તખ્તસિંહ સોલંકી, કલોલમાંથી દિનેશ બારીયા, ગરબડામાંથી શૈલેષભાઈ ભાભોર, લિંબાયતમાંથી પંકજ તાયડે, ગાંડવીમાંથી પંકજ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

41 ઉમેદવારોના નામની જાહેરાત કરી

41 ઉમેદવારોના નામની જાહેરાત કરી

ગુજરાતમાં પ્રથમ વાર પોતાનું સંગઠન બનાવીને ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવારોની પસંદગીમાં આગળ છે. પાર્ટીએ 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે હમણાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ રાજ્યની તમામ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

દિવાળી પર પાંચમી યાદી થશે જાહેર

દિવાળી પર પાંચમી યાદી થશે જાહેર

AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. પાર્ટીની ચાર યાદી જાહેર થયા બાદ દિવાળી પર પાંચમી યાદી આવે તેવી શક્યતા છે. આ યાદીમાં વધુ નામોની અપેક્ષા છે.

English summary
Gujarat Election 2022 : AAP announced the 4th list of candidates, total 41 candidates announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X