For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Phase 2 : બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે, તમામ પક્ષો તનતોડ મહેનત કરી રહી છે હવે કયો પક્ષ બાજી મારશે તે 8 ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે. લાઇવ અપડેટ જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે થવાનું છે. આ માટે પ્રચારની પ્રક્રિયા મંગળવારે સાંજે 5 કલાકે પૂરી થઈ ગઈ છે. હવે તમામ રાજકીય પક્ષો 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર શરૂ કરશે. પળે પળની અપડેટ વાંચો...

gujarat assembly election dates

Newest First Oldest First
6:12 PM, 5 Dec

બે જૂથ વચ્ચે પથ્થરમારો, ચાર લોકો ઇજાગ્રસ્ત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. આ દરમિયાન સાંજના સમયે સરદારનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતા. આ સાથે તોફાની તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
5:57 PM, 5 Dec

અમદાવાદ જિલ્લાનું સરેરાશ મતદાન 53.57 %

અમરાઈવાડી - 49.68 અસારવા - 45.40 બાપુનગર - 54.96 દાણીલીમડા - 55.39 દરિયાપુર -47.14 દસક્રોઈ -64.44 ધંધુકા - 54.13 ધોળકા -57.00 એલિસબ્રીજ - 53.54 ઘાટલોડિયા - 55.04 જમાલપુર ખાડીયા -53.11 મણિનગર - 53.08 નારણપુરા - 56.53 નરોડા - 45.25 નિકોલ - 54.28 સાબરમતિ - 49.16 સાણંદ - 58.33 ઠક્કરબપા નગ- 49.36 વટવા - 52.54 વેજલપુર - 50.23 વિરમગામ - 60.31
5:56 PM, 5 Dec

પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 61 મતદાન થયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 61 મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, હાલ મતદાન મથકોમાં ઇવીએમ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે.
5:54 PM, 5 Dec

બનાસકાંઠા જિલ્લામાં 5:00 વાગ્યા સુધીનું છેલ્લું મતદાન

07 વાવ 65.09% 08 થરાદ 78.02% 09 ધાનેરા 69.08% 10 દાંતા 64.14% 11 વડગામ 60.17% 12 પાલનપુર 59.61% 13 ડીસા 61.07% 14 દિયોદર 74.02% 15 કાંકરેજ 61.31% બનાસકાંઠા જિલ્લામાં 65.65% સરેરાશ મતદાન થયેલ છે
5:51 PM, 5 Dec

EVM અને VVPAT ને સીલ અને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થતાંની સાથે જ EVM અને VVPAT ને સીલ અને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. હવે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
5:50 PM, 5 Dec

સાંજે 5 વાગ્યા સુધી અંદાજે 58.68 ટકા મતદાન નોંધાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી અંદાજે 58.68 ટકા મતદાન નોંધાયું છે. આ અંગે ભારતીય ચૂંટણીપંચે માહિતી આપી છે.
5:16 PM, 5 Dec

કડીના પાવર કપલે કર્યું મતદાન

કડીના પાવર કપલે કર્યું મતદાન
કડીના પૂર્વ ધારાસભ્ય અને આ મતવિસ્તારના કોંગ્રેસના કદાવર નેતા રમેશભાઈ ચાવડા તથા તેમના પત્ની ભારતીબેન ચાવડા જેઓ નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા છે, તેમણે મતદાન કરી લોકતંત્રના આ પર્વની ઉજવણી કરી હતી.
5:12 PM, 5 Dec

બપોરે 4 વાગ્યા સુધીમાં 54% મતદાન

ગુજરાતમાં બીજા તબક્કાની વોટિંગની છેલ્લી ઘડી, રાજ્યમાં બપોરે 4 વાગ્યા સુધીમાં 54% મતદાન, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 61%, સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 48% મતદાન નોંધાયું છે.
4:57 PM, 5 Dec

જમાલપુરમાં હોબાળો

હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે બોગસ વોટિંગના આરોપમાં જમાલપુરના એક મતદાન મથકે ભેગા થઈને બબાલ કરી હતી.
4:40 PM, 5 Dec

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ અને ઇરફાન પઠાણે કર્યું મતદાન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે તેમના પરિવારના સભ્યો સાથે વડોદરાના મતદાન મથક પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ કહે છે કે, હું લોકોને બહાર આવવા અને મતદાન કરવા અપીલ કરું છું. ઈરફાન પઠાણ કહે છે કે, મત આપવો એ આપણો અધિકાર અને જવાબદારી છે. મને ખબર પડી કે, અત્યાર સુધી માત્ર 60 ટકા મતદાન થયું છે, તેથી હું લોકોને અપીલ કરું છું કે, લોકો આવે અને વધારેમાં વધારે મતદાન કરે. મને આશા છે કે, આવનારા સમયમાં આપણો દેશ એક મહાસત્તા બની શકે છે. અમારી પાસે યુવા અને ક્ષમતા છે.ય
4:35 PM, 5 Dec

બપોરે 3.0 વાગ્યા સુધી 50.51

અમદાવાદ 44.67% આણંદ 53.75% અરવલ્લી 54.19% બનાસકાંઠા 55.52% છોટા ઉદેપુર 54.40% દાહોદ 46.17% ગાંધીનગર 52.05% ખેડા 53.94% મહેસાણા 51.33% મહીસાગર 48.54% પંચમહાલ53.84% પાટણ 50.97% સાબરકાંઠા 57.23 વડોદરા 49.69%
4:34 PM, 5 Dec

બપોરે 3 કલાક સુધી 50.51 ટકા મતદાન નોંધાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં બપોરે 3 કલાક સુધી 50.51 ટકા મતદાન નોંધાયું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
4:32 PM, 5 Dec

બીજા તબક્કામાં 4 ગામોએ કર્યો મતદાનનો બહિષ્કાર

પીવાના પાણી, બોર સહિત વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા બહુચરાજી તાલુકામાં આવેલા બરીયફ ગામના લોકોએ ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રૂપેણ નદી જીવંત કરવાની અને ગામ તળાવ ભરવાની માંગણી ન સંતોષાતા ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન કર્યું નથી. આ ત્રણેય ગામો ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં આવેલા છે.
4:05 PM, 5 Dec

3 વાગ્યા સુધીના મતદાનના આંકડા અમદાવાદ - 44.67% આણંદ - 53.75% અરવલ્લી - 54.19% બનાસકાંઠા - 55.52% છોટા ઉદેપુર - 54.40% દાહોદ - 46.17% ગાંધીનગર - 52.05% ખેડા - 53.94% મહેસાણા - 51.33% મહીસાગર - 48.54% પંચમહાલ - 53.84% પાટણ - 50.97% સાબરકાંઠા - 57.23 વડોદરા - 49.69%
4:04 PM, 5 Dec

3 વાગ્યા સુધીમાં સાબરકાંઠામાં સૌથી વધુ 47.23 ટકા મતદાન નોંધાયુ. સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી ઓછુ 44.67 ટકા મતદાન નોંધાયુ.
4:01 PM, 5 Dec

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નરોડા ખાતે મતદાન કર્યુ. મતદાન બાદ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો છે ત્યાં ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે.
3:58 PM, 5 Dec

3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 51 ટકા મતદાન નોંધાયુ. બીજા તબક્કામાં મતદાન ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે.
3:37 PM, 5 Dec

આજે સાંજે 6.30 વાગ્યા સુધી  ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’  પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સાંજના 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ જાહેર નહીં કરી શકાશે.
3:32 PM, 5 Dec

માત્ર દોઢ કલાકનો સમય બાકી

બીજા તબક્કાનું અત્યાર સુધીમાં મતદાન 48 ટકા જોવા મળ્યું છે. હવે મતદાનને માત્ર દોઢ કલાકનો જ સમય બાકી રહ્યો છે. પ્રથમ તબક્કાની પેટર્ન બીજા તબક્કામાં પણ જોવા મળી રહી છે.
3:22 PM, 5 Dec

ગ્રામીણ વિસ્તારોમાં મતદાન

પહેલા તબક્કાની જેમ જ બીજા તબક્કાના મતદાનમાં પણ શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે. શહેરીજનો ક્યાંકને ક્યાંક મતદાન કરવાનું ટાળી રહ્યા છે, જેનું નુકસાન ભાજપને થઈ શકે છે.
3:21 PM, 5 Dec

મતદારોમાં ઉદાસીનતા

અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકા મતદાન નોંધાયું છે, મતદારોમાં સતત ઉદાસીનતા જોવા મળી રહી છે. શહેરોમાં વહેલી સવારેથી ઓછું મતદાન જોવા મળી રહ્યું છે.
2:48 PM, 5 Dec

ઇસુદાન ગઢવીએ મતદાન કર્યું

ઇસુદાન ગઢવીએ મતદાન કર્યું
આમ આદમી પાર્ટીના નેતા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરાયેલા ઇસુદાન ગઢવીએ મતદાન કર્યું છે. આ સાથે ઇસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે.
2:24 PM, 5 Dec

અમદાવાદ શહેર અને જિલ્લામાં 1 વાગ્યા સુધી મતદાન 30.28 ટકા મતદાન (ટકાવારીમાં)

અમરાઈવાડી - 27.84 અસારવા - 29.61 બાપુનગર - 30.31 દાણીલીમડા - 28.70 દરિયાપુર -30.44 દસક્રોઈ -36.24 ધંધુકા - 32.05 ધોળકા -35.34 એલિસબ્રીજ - 25.26 ઘાટલોડિયા - 30.10 જમાલપુર ખાડીયા - 27.86 મણિનગર - 30.89 નારણપુરા - 30.59 નરોડા - 27.46 નિકોલ - 31.59 સાબરમતિ - 29.25 સાણંદ - 38.63 ઠક્કરબપા નગર - 25.12 વટવા - 29.19 વેજલપુર - 31.77
2:23 PM, 5 Dec

નડિયાદમાં વિશિષ્ટ મતદારે પોતાનો મત આપ્યો

ખેડાના નડિયાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે વિશિષ્ટ મતદારે પોતાનો મત આપ્યો હતો. વિશિષ્ટ મતદાતા અંકિત સોનીએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારા બંને હાથ ગુમાવી દીધા હતા, પરંતુ તે મને મારો મત આપવાથી ક્યારેય રોકી શક્યો નહીં. હવે હું મતદાન કરવા માટે મારા પગનો ઉપયોગ કરું છું.
2:00 PM, 5 Dec

1 વાગ્યા સુધીમાં 34.74 ટાકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં હાલ મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 34.74 ટાકા મતદાન નોંધાયું છે.
1:56 PM, 5 Dec

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ

આણંદમાં આંકલાવ વિધાનસભા મતવિસ્તાર હેઠળના કેશવપુરા મતદાન મથક પર મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. હાલ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.
1:33 PM, 5 Dec

CM ભૂપેન્દ્ર પટેલે સહપરિવાર કર્યું મતદાન

CM ભૂપેન્દ્ર પટેલે સહપરિવાર કર્યું મતદાન
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના વિસ્તારના મતદાન મથકમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ દરમિયાન રાજ્યની જનતાને મતદાન કરવા અને યોગ્ય ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી.
1:32 PM, 5 Dec

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું મતદાન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું મતદાન
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે મતદાતાઓને મતદાન કરીને પોતાની રાજકીય ફરજ અદા કરવા માટે અપીલ કરી હતી.
1:23 PM, 5 Dec

11:00 વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 41 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી 11:00 વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 41 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે, જેની ટકાવારી 0.1 ટકા છે. જ્યારે 40 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.1 છે. 26,409 મતદાન મથકો પૈકી માત્ર 109 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી 0.4 છે.
1:22 PM, 5 Dec

બપોરે 1 વાગ્યા સુધીમાં 29% મતદાન

સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન સૌથી ઓછુ મહિસાગર-વડોદરા-અમદાવાદ જિલ્લામાં 27% મતદાન બનાસકાંઠા જિલ્લામાં 30% મતદાન પાટણ જિલ્લામાં 28% મતદાન મહેસાણા જિલ્લામાં 30% મતદાન સાબરકાંઠા જિલ્લામાં 31% મતદાન અરવલ્લી જિલ્લામાં 31% મતદાન ગાંધીનગર જિલ્લામાં 30% મતદાન અમદાવાદ જિલ્લામાં 27% મતદાન આણંદ જિલ્લામાં 30% મતદાન ખેડા જિલ્લામાં 29% મતદાન મહિસાગર જિલ્લામાં 27% મતદાન પંચમહાલ જિલ્લામાં 28% મતદાન દાહોદ જિલ્લામાં 28% મતદાન વડોદરા જિલ્લામાં 27% મતદાન છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન
READ MORE

English summary
Gujarat Assembly Election Date 2022 : EC announcing date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X