• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણીઃ આ સ્થળોએ EVMમાં સર્જાઇ ટેક્નિકલ ખામી

|
evm
ગાંધીનગર, 17 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે. અમદાવાદ સહિતના મતદાન વિસ્તારોમાં મતદાતાઓમાં મત આપવાને લઇને આ વખતે અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો છે. હરહંમેશ ચૂંટણી દરમિયાન ઇવીએમ મશિન ખોટવાયા હોવાના સમાચાર આવતા રહ્યાં છે, આ વખતે પણ સવારના સમયથી જ ઇવીએમ મશિનમાં ખરાબી આવવાના સમાચાર આવતા રહ્યાં છે, અહીં ક્યાં-ક્યાં ઇવીએમ મશિન ખોટવાયા છે તે અંગે માહિતી આપવામાં આવી છે.

દાહોદના ઝરીખુર્દ ગામે ઈવીએમ ખોટવાયું. વહીવટી તંત્ર દ્વારા નવું ઈવીએમ મુકવામાં આવ્યા બાદ પુનઃ મતદાન શરૂ થયું છે. જ્યારે મોડાસાના દાવલી અને વટડામાં ઈવીએમ ખોટવાયું હોવાના અહેવાલ છે.

નડિયાદમાં ઇવીએમ ખોટવાયું છે. 131 મતદાન મથક મહાગુજરાત આયુર્વેદિક કોલેજમાં ઈવીએમ મશિન ખોટવાયું છે. જેના કારણે થોડા સમયે મતદાન રોકવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મતદાન મથક 189-190 પર ઇવીએમ મશિન ખોટવાયું છે. મેમનગર 29મા ઇવીએમ ખોટવાયું. 304-310માં ઇવીએમ ખોટવાયું છે. સાબરકાંઠાના વાઘપુરમાં ઇવીએમ મશિન ખોટવાયું છે.

બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેને લઇને કેટલાક સંવેદનશિલ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી રાણીપમાં મત આપતા હોય આજે 8 વાગ્યાથી મતદાતાઓ તેમને નિહાળવા અને મત આપવા માટે લાંબી લાઇન જોવા મળી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંતર્ગત ગુજરાતમાં બીજા તબક્કામાં 12 જિલ્લાની 95 બેઠકોના 820 ઉમેદવારો માટે 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ઘણી બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આજે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે.

પ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં અંદાજે 68 ટકાની આસપાસ મતદાન થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.

English summary
2nd phase voting of gujarat assembly election 2012 started and voter rush for voting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more