• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણી 2012 : 2002 બાદ સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

By Bhumishi
|
gujarat-vote
ગાંધીનગર, 4 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ચૂંટણી મેદાનમાં કેવી ટક્કર થશે તેનું ચિત્ર ઘણુંખરું સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાતમાં 13 ડિસેમ્બરના પ્રથમ અને 17 ડિસેમ્બરના બીજા તબક્કાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ભરવાના ઉમેદવારીપત્રની ચકાસણી, રદ થવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. તેના આધારે કહી શકાય કે વર્ષ 2002 બાદ આ ચૂંટણી વર્ષમાં સૌથી વધારે ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રથમ અને દ્વિતિય તબક્કાની ચૂંટણી માટે તમામ પ્રક્રિયા બાદ ફોર્મ પાછું ખેંચવાની તારીખો અનુક્રમે 28 નવેમ્બર અને 3 ડિસેમ્બર હતી. હવે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરના ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર કરી લીધી છે. આ યાદી મુજબ 182 બેઠકો પર કુલ 1666 ઉમેદવારો વચ્ચે ટક્કર યોજાવાની છે.

ચૂંટણી પંચે તૈયાર કરેલી યાદી અનુસાર પ્રથમ તબક્કાની 87 બેઠકો પર 846 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલવાના છે એ નક્કી થયું છે. જ્યારે બીજા તબક્કાની 95 બેઠકો પર કુલ 820 ઉમેદવારો મેદાન - એ - જંગમાં ઉતર્યા છે.

આ વર્ષે ગુજરાતની ચૂંટણીઓમાં મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી), સપા, બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને સમાજવાદી પાર્ટી (એસપી), લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) સહિતના નાના - મોટા થઇ ને કુલ 20 પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

છેલ્લા દાયકાની ગુજરાત વિધાનસભા ચૂંટણીનો અભ્યાસ કરીએ તો જોવા મળે છે કે વર્ષ 1995માં સૌથી વધાર ઉમેદવારીપત્રો ભરાયા હતા. વર્ષ 1995માં જ સૌથી વધારે ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતા. કારણ કે 1995માં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી.

વર્ષ 1995ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે રાજકીય ચર્ચાનો વિષય બનનાર ખજૂરાહો કાંડ બન્યો હતો. જેમાં ભાજપના બળવાખોર નેતા શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી રચવા માટે 12 મંત્રીઓ સહિત ભાજપના 60થી 65 ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશમાં આવેલા ખજૂરાહો મંદિરમાં લઇ ગયા હતા અને તત્કાલિન સરકારને સંકટમાં મૂકી હતી. ત્યાર બાદની લોકસભા ચૂંટણીઓમાં ખજૂરાહોમાં જનારા મોટાભાગના લોકોને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણી 1995માં 4,948 ફોર્મ ભરાયા હતા. ફોર્મની સમગ્ર પ્રક્રિયા બાદ 2,545 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. મહત્વની બાબત એ છે કે આ વર્ષે સૌથી વધારે 1617 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવા ઉભા રહ્યા હતા. તેમાંથી સૌથી વધારે 16 અપક્ષ ઉમેદવારો ચૂંટાઇ પણ આવ્યા હતા. ખજૂરાહો કાંડને કારણે સર્જાયેલી રાજકિય અસ્થિરતાને કારણે જ કદાચ 1995માં અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી લડ્યા હતા. આ જ ચૂંટણીમાં સૌથી વધારે 2,127 ઉમેદવારોની ડિપોઝિટ રદ થઇ હતી.

જ્યારે વર્ષ 2002 અને વર્ષ 2007ની ચૂંટણીમાં અનુક્રમે 1,628 અને 2,214 ફોર્મ ભરાયા હતા. જેમાંથી અનુક્રમે 1,000 અને 1,268 ઉમેદવારો ફાઇનલી ચૂંટણી લડ્યા હતા. એ રીતે જોઇએ તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં યોજાયેલી ચૂંટણીઓની વાત કરીએ તો બે દાયકાની ચૂંટણીમાં આ વર્ષે સૌથી વધારે 1666 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

પાઠલા વર્ષોમાં ઉમેદવારીપત્રોની સ્થિતિ

વર્ષ ભરાયા રદ થયા પાછા ખેંચાયા ચૂંટણી લડ્યા ડિપોઝિટ રદ

2007 2214 550 396 1268 892

2002 1628 374 254 1000 615

1995 4948 194 2209 2545 2127

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના મહત્વના આંકડા

- કુલ બેઠકો 182, એસસી બેઠકો 13, એસટી બેઠકો 26

- ગુજરાતમાં કુલ મતદાન મથકો 4446

- ગુજરાતમાં કુલ મતદારો 3.78 કરોડ

- ગુજરાતમાં 99 ટકા વોટર કાર્ડ તૈયાર

હવે 10 દિવસ બાદ 13 ડિસેમ્બર, 2012ના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની હોવાથી ઉમેદવારોએ મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરાવવા માટે તમામ પ્રકારે પ્રચાર શરૂ કરી દીધો છે. બંને તબક્કા માટે 20 ડિસેમ્બર, 2012ના રોજ મતગણતરી થશે. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રક્રિયાનો અંતિમ દિવસ 24 ડિસેમ્બર, 2012 રહેશે.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી માત્ર ગુજરાતના મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે જ મહત્વની નથી. આ ચૂંટણીમાં ભાજપમાંથી અલગ થયેલા અસંતુષ્ટોને સાથે લઇને નવી ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરનારા કેશુભાઇ પટેલની રાજકીય કારકિર્દી પણ દાવ પર લાગી છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપે 'એકમત ગુજરાત, બને ભાજપ સરકાર'નું સૂત્ર આપ્યું છે, જ્યારે કોંગ્રેસે 'દિશા બદલો, દશા બદલો'નું સૂત્ર આપ્યું છે. કેશુભાઇની પરિવર્તન પાર્ટીએ 'કરવા ગુજરાતનું જનત, આવો કરીએ પરિવર્તન'ના સૂત્ર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ જ ચૂંટણીના આધારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં એન્ટ્રીનો આધાર રહેલો છે. આથી જ દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી ગુજરાતની સત્તા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના તમામ સમાચારો વાંચવા અહીં ક્લિક કરો.

English summary
Gujarat battle ground : Highest candidates after 2002 election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more