For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ભાવનગરમાં પિંક(સખી) મતદાને જમાવ્યુ આકર્ષણ, મહિલા કર્મચારીઓ ગુલાબી ડ્રેસમાં આવ્યા

ભાવનગરના સીદસર સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે પિંક(સખી) મતદાન મથક ઉભુ કરાયુ છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પહેલા તબક્કાનુ મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર ચાલી રહ્યુ છે. ભાવનગરમાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા થીમ આધારિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના સીદસર સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે પિંક(સખી) મતદાન મથક ઉભુ કરાયુ છે.

voting

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં થીમ મુજબ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં મતદાન મથકમાં અલંગની થીમ આધારિત પણ મતદાન મથક ઉભુ કરાયુ છે. આ ઉપરાંત ગ્રીન મતદાન મથક, ભાવનગરની થીમ, અલંગની થીમ, સખી મથક જેવા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ વધારવા માટે આ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ભાવનગર શહેરમાં સીદસર સ્પોર્ટ કૉમ્પ્લેક્સ ખાતે સખી મતદાન એટલે કે પિંક મતદાન ઉભુ કરાયુ છે. જેમાં મહિલા સ્ટાફ મૂકવામાં આવ્યો છે. પોલીસ સ્ટાફ પણ મહિલાઓ જ છે. વળી, રંગોળી, પિંક કલરની સજાવટ પણ કરવામાં આવી છે. તમામ મહિલા કર્મચારીઓ પિંક ડ્રેસમાં સજ્જ થઈને આવ્યા છે. શહેરમાં આ પિંક મતદાન કેન્દ્ર આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે.

English summary
Gujarat Election: Pink polling station became attraction in Bhavnagar city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X