For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: રવિન્દ્ર જાડેજાની પત્ની પર બહેને ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવાનો લગાવ્યો આરોપ

નયનાબાએ મંગળવારે એક પત્રકાર પરિષદને સંબોધિત કરીને કહ્યુ કે રીવાબા ગુજરાત ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા અને તેમની બહેન નયનાબા સામ-સામે છે. રીવાબા ભાજપના ઉમેદવાર છે. જ્યારે નયનાબા કોંગ્રેસના પ્રચારક છે. હાલમાં નયનાબાએ રીવાબા પર જોરદાર હુમલો કર્યો છે. નયનાબાએ મંગળવારે એક પત્રકાર પરિષદને સંબોધિત કરીને કહ્યુ કે રીવાબા ગુજરાત ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે આગામી ચૂંટણીના પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરવા માટે રીવાબા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

રીવાબા સામે ચૂંટણી પંચને કરી છે ફરિયાદ

રીવાબા સામે ચૂંટણી પંચને કરી છે ફરિયાદ

નયનાબાએ કહ્યુ, 'રીવાબા સહાનુભૂતિ મેળવવા માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. એક રીતે તેને બાળ મજૂરી કહેવામાં આવે છે. કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.' જો કે રીવાબા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી.નયનાબાએ અગાઉ પણ દાવો કર્યો હતો કે તેમની ભાભીની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાની શક્યતા ઓછી છે કારણ કે તે 'સેલિબ્રિટી' છે અને જામનગરના લોકો ઈચ્છે છે કે કોઈ સ્થાનિક નેતા તેમને રજૂ કરે અને તેમનુ કામ કરે.

રવિન્દ્ર જાડેજાના નામનો ફાયદો ઉઠાવી રહી છે

રવિન્દ્ર જાડેજાના નામનો ફાયદો ઉઠાવી રહી છે

કોંગ્રેસના નેતા નયનાબાએ પૂછ્યુ કે રાજકોટ પશ્ચિમના મતદાર હોવા છતાં રીવાબા જામનગર ઉત્તરમાં ચૂંટણી કેવી રીતે લડી શકે અને મત માંગી શકે. નયનાબાએ એ પણ ધ્યાન દોર્યુ કે તેમના ચૂંટણી ફોર્મમાં તેમની ભાભીનુ સત્તાવાર નામ રીવાસિંહ હરદેવસિંહ સોલંકી છે. નયનાબાએ આક્ષેપ કર્યો હતો કે રીવાબાએ રવિન્દ્ર જાડેજાનુ નામ કૌંસમાં મૂક્યુ છે. તે માત્ર ચૂંટણીમાં જાડેજાની અટકનો લાભ લઈ રહી છે. લગ્નના છ વર્ષ સુધી તેને નામ બદલવાનો સમય મળ્યો નથી.

એક જ સીટ પર નણંદ-ભાભી સામ-સામે

એક જ સીટ પર નણંદ-ભાભી સામ-સામે

તમને જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને તેમની બહેન નયનાબા બંને જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાના પરિવારની બે મહિલા સભ્યો એક જ બેઠક પર ચૂંટણી લડી રહી છે. આથી આ બેઠક પર ચૂંટણી રસપ્રદ બની રહી છે. જામનગર ઉત્તર એ 89 વિધાનસભા બેઠકોમાંથી એક છે જ્યાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. 10 નવેમ્બરના રોજ ભાજપે તેના વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના સ્થાને રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે નયાનાબાને પ્રચારક બનાવ્યા છે.

English summary
Gujarat Election: Ravindra Jadeja's wife Rivaba Jadeja is using children for election campaigning, accuses jadeja sister Nayanaba
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X