
Gujarat Election Result 2022: મતગણતરી શરૂ થયા બાદ ભાજપે ઘણી સીટ પર આગળ, કોંગ્રેસ-આપની હાલત દયનીય
Gujarat Election Result 2022: આજે એટલે કે, 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ સાથે જ ભાજપે લીડમાં બધાને પાછળ છોડી દીધા છે. હાલ ભાજપ 126 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 51 અને આમ આદમી પાર્ટી 3 સીટો પર આગળ છે. આ સાથે અન્ય 2 બેઠકો પર લીડ જાળવી રાખી છે.
આ સાથે વિરમગામ બેઠક પરથી ભાજપના નેતા હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પણ જામનગર ઉત્તર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે થઈ રહી છે.
આપ-કોંગ્રેસે કર્યો હતો જોરદાર પ્રચાર
ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે. એટલા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. આખા દેશની નજર અરવિંદ કેજરીવાલની AAP ભાજપના કિલ્લામાં ધાક જમાવી શકશે કે કેમ તેના પર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કેજરીવાલના જાદુ સામે કમળ કરમાઇ ગયું છે.
આ સાથે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીતે છે, તો આપ 2024ની લોકસભા ચૂંટણીની સ્થિતિ અને દિશા પણ નક્કી કરશે. ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર છે. એક્ઝિટ પોલમાં ભાજપને 117થી 151 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને 16 થી 51 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલ અનુસાર આપને માત્ર 2-13 સીટો મળશે. શકો છો.
તમામ કેન્દ્રોમાં સીસીટીવીથી સજ્જ
મતગણતરી અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, કુલ 3,16,06,968 મતોની ગણતરી કરવામાં આવશે. 182 મતગણતરી સુપરવાઈઝર, 182 ચૂંટણી અધિકારીઓ, 494 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 78 એડિશન ચૂંટણી અધિકારીઓ, 71 એડિશન ચૂંટણી અધિકારીઓ ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ છે. તમામ મતગણતરી કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 4,91,35,400 પાત્ર મતદારોમાંથી 64.33 ટકાએ મતદાન કર્યું હતું, જેમાંથી 1,69,26,152 પુરૂષ અને 1,46,80,371 મહિલા હતા.
2017ની સામાન્ય ચૂંટણીમાં 68.39 ટકા મતદાન સાથે 2,94,64,326 મતો મળ્યા હતા, જેમાંથી ભાજપને 1,47,24,031 (49.05 ટકા) મત સાથે 99 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 1,24,37,661 (41.44 ટકા) મત સાથે 77 બેઠકો મળી હતી.