For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results 2022 : CM ભુપેન્દ્ર પટેલની રેકોર્ડબ્રેક જીત, PM મોદીએ ફોન કરી પાઠવી શુભેચ્છા

Gujarat Election Results 2022 : ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરુવારના રોજ ઘાટલોડિયાના શહેરી મતવિસ્તારમાંથી સતત બીજી જીતી ગયા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election Results 2022 : ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરુવારના રોજ ઘાટલોડિયાના શહેરી મતવિસ્તારમાંથી સતત બીજી જીતી ગયા છે. ભૂપેન્દ્ર પટેલે તેમના નજીકના હરીફથી 2 લાખથી પણ વધુ મતોની રેકોર્ડબ્રેક લીડ મેળવી હતી. આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડબ્રેક જીત માટે ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી છે.

Bhupendra Patel

પાટીદાર પ્રભુત્વ ધરાવતા ઘાટલોડિયા, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે, તેણે ગુજરાતને બે મુખ્ય પ્રધાનો આપ્યા છે - ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલ. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.

2017માં, પાટીદાર અનામત આંદોલન છતાં, ભૂપેન્દ્ર પટેલે 1.17 લાખ મતોના જંગી માર્જિન સાથે બેઠક જીતી હતી. ભાજપે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે, આ ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આશરે 3.70 લાખ મતદારો ધરાવતા ઘાટલોડિયા મતવિસ્તાર 2012માં હાથ ધરવામાં આવેલી સીમાંકન કવાયત બાદ એક નવો વિધાનસભા મતવિસ્તાર બન્યો હતો. આ અગાઉ તે સરખેજ મતવિસ્તારનો એક ભાગ હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી 2012માં આનંદીબેન પટેલ 1.1 લાખથી વધુના માર્જિન સાથે બેઠક જીત્યા હતા.

ઘાટલોડિયામાં પ્રભાવ પાડવા માટે, કોંગ્રેસ પક્ષે જાણીતા વકીલ અને કાર્યકર અમીબેન યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા હતા, જેમના ઘર-ઘરનું અભિયાન ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર પર કેન્દ્રીત હતું. આ બેઠક પર પાટીદારો ઉપરાંત, અન્ય પ્રભાવશાળી સામાજિક જૂથમાં રબારીઓનો સમાવેશ થાય છે, જેમને ઓબીસી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને મોટાભાગે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિભાજિત છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 33 જિલ્લાના 37 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં 1600થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, મતગણતરી પ્રક્રિયા માટે 182 રિટર્નિંગ ઓફિસર અને 494 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. મતદાન માટે એડિશનલ 78 મદદનીશ રિટર્નિંગ ઓફિસર રહેશે. આ ઉપરાંત, અગાઉની ચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે 71 એડિશનલ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં 1998થી ભાજપની સરકાર છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રીથી આ વખતે કોઈ ફેરફાર થશે કે, કેમ તે સવાલનો જવાબ આજે મળશે. જો એક્ઝિટ પોલની વાત માનીએ તો ભાજપ ગુજરાતમાં ફરી એક રેકોર્ડ સર્જશે. આ સાથે આપને 5 થી વધુ સીટ નહીં મળે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સ્થિતિ પણ દયનીય રહેશે.

ઉલ્લેખનીય છે કે, 182 સભ્યોની વિધાનસભામાં, એક્ઝિટ પોલમાં ભાજપને 117-148 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીના જોરદાર ઝુંબેશ છતાં, એક્ઝિટ પોલમાં AAPને 3 થી 13 સીટો વચ્ચે જીતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસને 30-51 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Gujarat Election Results 2022 : CM Bhupendra Patel's record breaking win, lead of more than 60 thousand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X