For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: વીર સાવરકરનુ અપમાન કરનારને દેશ ક્યારેય માફ નહિ કરેઃ શિવરાજસિંહ ચૌહાણ

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે. દરેક પક્ષોએ પોતાની બધી તાકાત લગાવી દીધી છે. પ્રચાર-પ્રસાર પોતાની ચરમ સીમાએ છે. રાજ્યમાં આજે ઘણા મુખ્યમંત્રી અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરશે. કચ્છમાં આયોજિત એક જનસભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરીને તેમને કલ્પવૃક્ષ ગણાવ્યા.

Shivraj Singh Chauhan

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે નરેન્દ્ર મોદી 'કલ્પવૃક્ષ' છે, તમે જે ઈચ્છો તે મેળવી શકો છો. કેજરીવાલ બાવળનુ ઝાડ છે, માત્ર કાંટા જ મળશે. રાહુલ ગાંધી એક ઝાડી છે જે પાકને નષ્ટ કરી દેશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યુ કે કોંગ્રેસ, આમ આદમ પાર્ટી દેશમાંથી સંતોષ અને શાંતિનો નાશ કરશે. કચ્છ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ વીર સાવરકરનુ અપમાન કર્યુ. દેશ માટે સર્વસ્વ કુરબાન કરનાર વ્યક્તિને બે જન્મો સમાન સજા આપવામાં આવી હતી. તેમણે કહ્યુ કે તમે આવા સ્વતંત્રતા સેનાનીનુ અપમાન કરો છો, આ દેશ તમને ક્યારેય માફ નહિ કરે.

શિવરાજસિંહે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે કોંગ્રેસના લોકો મને મધ્યપ્રદેશમાં રોજ ગાળો આપતા હતા કે હું ગુજરાતને નર્મદાનુ પાણી આપુ છુ. શું ગુજરાત પાકિસ્તાન છે? ગુજરાત પણ આપણુ જ છે. જ્યારે સરદાર સરોવર બંધાયુ ત્યારે ગુજરાતને પાણી મળ્યુ અને મધ્યપ્રદેશને વીજળી મળી. તમને જણાવી દઈએ કે આજથી અનેક સીએમ ગુજરાતના પ્રવાસે આવશે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ ગુજરાતમાં જાહેરસભાને સંબોધશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને લખ્યુ હતુ, 'ગુજરાતના મારા ભાઈઓ અને બહેનો, આજે હું માંડવી, અબડાસા, મોરબી અને ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં ભાજપ ગુજરાતના સાથી ઉમેદવારોના સમર્થનમાં આયોજિત જાહેર સભાઓ દ્વારા તમારી સાથે જોડાઈશ. તમે પણ આવો. ભાજપ ગુજરાતની પ્રગતિ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.'

English summary
Gujarat Election: The country will never forgive those who insult Veer Savarkar: Shivraj Singh Chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X