For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EVM સાથે છેડછાડ શક્ય નથી: ચૂંટણી પંચ

સોમવારે સવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરીની શરૂઆત થઇ હતી. આ દરમિયાન ચીફ ઇલેક્શન કમિશ્નર એ.કે.જોતિએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાતમાં મત ગણતરી માટેન

By Shachi
|
Google Oneindia Gujarati News

સોમવારે સવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરીની શરૂઆત થઇ હતી. આ દરમિયાન ચીફ ઇલેક્શન કમિશ્નર એ.કે.જોતિએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાતમાં મત ગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના દરેક મત ગણતરીના મથકે તમામ જરૂરી વ્યવસ્થાઓ થઇ ગઇ છે. ઇવીએમ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હું તમને ખાતરી આપું છું કે, ઇવીએમ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ શક્ય નથી. ઇવીએમ અંગે જે કંઇ સવાલો કરવામાં આવ્યા હતા, એના જવાબ અમે મીડિયામાં આપ્યા છે. ગુજરાતમાં દરેક મતદાન મથક પર વીવીપેટ હતા, આથી મતદારો જોઇ શક્યા છે કે તેમણે કોને મત આપ્યો છે. આથી આ અંગે ઊભી કરવામાં આવેલ શંકાઓ નિરાધાર છે. હું ફરીથી ખાતરી આપું છું કે, ઇવીએમ સાથે છેડછાડ શક્ય નથી.

ElectionCommission

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમ અંગે સતત પ્રશ્નો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમની માંગણી હતી કે, 25 ટકા ઇવીએમ મશીન અને વીવીપેટના પેપર ટ્રેલ ક્રોસ વેરિફાય કરવામાં આવે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજી નકારવામાં આવી હતી. પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ ઇવીએમ સાથે છેડછાડના આરોપો સતત મુકી રહ્યાં છે. આ અંગે તેમણે શ્રેણીબદ્ધ ટ્વીટ પણ કર્યા છે. ચૂંટણી પંચ તરફથી ઇવીએમ સાથે છેડછાડની શક્યતા નકારાતાં તેમણે ટ્વીટ કર્યું હતું કે, ભગવાનના બનાવેલ મારા શરીર સાથે છેડછાડ થઇ શકે તો માનવીના બનાવેલ ઇવીએમ સાથે કેમ નહીં? જો એટીએમ હેક થઇ શકતા હોય તો ઇવીએમ કેમ નહીં?

English summary
gujarat election there can be no tampering with the EVMs" says CEC AK Joti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X