For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: વડોદરામાં કિન્નરોએ મતદાન કરી કહ્યુ - હકથી અને વટથી મત આપો

વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજૂ માસીબાની આગેવાની હેઠળ કિન્નર સમાજના 200થી વધુ મતદારોએ આજે મતદાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનુ મતદાન ચાલી રહ્યુ છે. 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. પ્રથમ ત્રણ કલાકમાં 19 ટકા જેટલુ મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 23.35 ટકા અને સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 16.51 ટકા મતદાન થયુ છે. દિયોદર સીટ પર સૌથી વધુ 23.62 અને સૌથી ઓછુ અમદાવાદની એલિસબ્રિજમાં સીટમાં 12 ટકા જ મતદાન થયુ છે.

3rd jender

સવારે 8 વાગે શરુ થયેલુ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનુ છે ત્યારે અનેક સ્થળોએ મતદારો મત આપવા માટે પ્રોત્સાહન પૂરુ પાડી રહ્યા છે અને લોકોને મત આપવાની અપીલ કરી રહ્યા છે. વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજૂ માસીબાની આગેવાની હેઠળ કિન્નર સમાજના 200થી વધુ મતદારોએ આજે મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. 200થી વધુ કિન્નરોએ વોટ કરીને લોકશાહીના આ પર્વને ઉજવ્યો હતો. વળી, અંજૂ માસીબાએ શહર જિલ્લાના મતદારોને હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કામાં સુરતના લિંબાયતમાં પણ કિન્નરોએ મતદાન કરીને લોકોને વોટ આપવા માટે અપીલ કરી હતી.

નોંધનીય છે કે સવારે 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન નોંધાયુ છે. અમદાવાદમાં 16.95%, આણંદમાં 20.38%, અરવલ્લીમાં 20.83%, બનાસકાંઠામાં 21.03%, છોટાઉદેપુરમાં 23.35%, દાહોદમાં 17.83%, ગાંધીનગરમાં 20.39%, ખેડામાં 19.63%, મહેસાણામાં 20.66%, મહિસાગરમાં 17.06%, પંચમહાલમાં 18.74%, પાટણમાં 18.18%, સાબરકાંઠામાં 22.18%, વડોદરામાં 18.77% મતદાન નોંધાયુ છે.

English summary
Gujarat Election: Third gender voters of Vadodara appeals to vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X