• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: સૌરાષ્ટ્રમાં AAPની શું સ્થિતિ છે? શું હશે ઈશુદાન ગઢવીનુ ભાવિ? જાણો અહીં

ગુજરાતની સત્તા જોઈતી હોય તો સૌરાષ્ટ્રમાં પકડ હોવી જરૂરી છે એવુ કહેવાય છે. ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામ ચૂંટણી પંડિતોની નજર છે. અહીં જાણો સૌરાષ્ટ્રમાં આપની સ્થિતિ.
|
Google Oneindia Gujarati News

Gujarat assembly elections 2022: ગુજરાતની સત્તા જોઈતી હોય તો સૌરાષ્ટ્રમાં પકડ હોવી જરૂરી છે એવુ કહેવાય છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્રની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આનાથી સૌરાષ્ટ્રમાં ઝાડુના પક્ષમાં વલણ બનાવી શકાય તે રણનીતિ હેઠળ જ આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. જો કે, ઈસુદાન જે ખંભાળિયા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે તે કોંગ્રેસનો ગઢ મનાય છે. હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે જનતા માત્ર ખંભાળિયામાં જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી વિશે શું વિચારી રહી છે.

સૌરાષ્ટ્રમાં આપની શું છે સ્થિતિ?

સૌરાષ્ટ્રમાં આપની શું છે સ્થિતિ?

ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામ ચૂંટણી પંડિતોની નજર છે. પક્ષ તરફથી ધૂંઆધાર પ્રચાર ચાલી રહ્યો છે પરંતુ તે મતદારો સુધી પહોંચવામાં કેટલી સફળ છે તે સૌથી મોટો પ્રશ્ન છે. જો કે, આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લેવી જરૂરી છે કારણ કે તેણે દિલ્લી પછી પંજાબમાં પણ ઈતિહાસ રચ્યો છે. પરંતુ ગુજરાત તો ગુજરાત છે. અહીંના લોકો લાગણીઓમાં પણ વહે છે અને હિસાબમાં પણ પાક્કા હોય છે એવી માન્યતા છે. ઘણા ચૂંટણી પંડિતો કહે છે કે ગાંધીનગરનો રસ્તો ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી જાય છે. આમ આદમી પાર્ટી પણ આ વાત જાણે છે. તેથી જ તે પ્રચારમાં પૂરેપૂરી તાકાત લગાવી રહી છે અને દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી તેના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવીને મેદાનમાં ઉતાર્યા છે.

ઇસુદાન ગઢવીની લોકપ્રિયતા વધી રહી છે

ઇસુદાન ગઢવીની લોકપ્રિયતા વધી રહી છે

ઈટીના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીનો પ્રભાવ દેખાઈ રહ્યો છે પરંતુ તે ખૂબ જ મર્યાદિત છે. સૌથી વધુ પ્રભાવ સ્વાભાવિક રીતે જ ભાજપનો નહીં પણ કોંગ્રેસનો ગઢ ગણાતી ખંભાળિયા બેઠક પર જોવા મળી રહ્યો છે. પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીની લોકપ્રિયતા અહીંના અનેક ગામોમાં જોવા મળી રહી છે. ઘણા ગ્રામજનો ખુલ્લેઆમ કહે છે કે, 'પરિવર્તન આવે છે' (પરિવર્તન થઈ રહ્યુ છે). ખાસ કરીને ખેડૂતો કે જેમને વિજળી પણ મફત જોઈએ અને પાકની સારી કિંમતો પણ જોઈએ તેમને આપ વિશે વધુ ઉત્સુકતા દેખાઈ રહી છે. પરંતુ કેજરીવાલની પાર્ટીનો અહીં પોતાનો કોઈ નક્કર આધાર હોય તેવુ લાગતુ નથી. તેનુ સૌથી મોટુ કારણ એ છે કે અહીં પાર્ટીની પોતાની કેડર નથી. પંજાબ, દિલ્લી, હરિયાણા અને રાજસ્થાનથી લાવેલા લોકો ગઢવીના ચૂંટણી વિસ્તારની જવાબદારીસંભાળી રહ્યા છે.

શું કોંગ્રેસ ખતમ થઈ જશે?

શું કોંગ્રેસ ખતમ થઈ જશે?

2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ દિલ્લીની પાર્ટીએ ગુજરાતની 29 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ સીટો પર પાર્ટીને માત્ર 0.62% વોટ મળી શક્યા અને તેના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. સામાન્ય રીતે વોટ શેર ત્યારે સીટોમાં ફેરવાય છે જ્યારે કોઈ પાર્ટી 30 ટકા વોટના આંકડા સુધી પહોંચે છે. આ કિસ્સામાં, આમ આદમી પાર્ટીએ તેનો વોટ શેર લગભગ શૂન્યથી સીધો 30% સુધી લઈ જવાનો છે, જે અશક્ય તો નથી, પણ બહુ સરળ પણ નથી. જો કે, ઈસુદાન ગઢવીનો દાવો છે કે કોંગ્રેસ ગુજરાતમાં 10 સીટોનો આંકડો પણ પાર કરી શકશે નહીં. એનો અર્થ એ કે આમ આદમી પાર્ટીનુ લક્ષ્ય કોંગ્રેસને સંભાળવા પર નિર્ભર છે અને તે બંને પક્ષો માટે મોટો પડકાર છે!

'ગુજરાત બીજા રાજ્ય જેવુ નથી'

'ગુજરાત બીજા રાજ્ય જેવુ નથી'

આમ આદમી પાર્ટીના પ્રદર્શનને લઈને એટલી જ ઉત્સુકતા ચૂંટણી પંડિતોમાં છે તેટલી જ ગુજરાતના લોકોમાં પણ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે 'દિલ્લી મૉડલ'નો ઘણો પ્રચાર કર્યો છે. તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ આવુ જ કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક મતદારોની નજરમાં આ સંપૂર્ણપણે નવો પક્ષ છે, જેના વિશે તેમના મનમાં એક શંકા છે જેવી કે રાજકોટના પ્રતિક ભાઈ કહે છે કે 'ભાજપના શાસનને કારણે અમને ઘણી સમસ્યાઓ છે. પરંતુ ગુજરાત અન્ય રાજ્યો જેવુ નથી કે જ્યાં મફત વીજળી અને પાણીની જરૂર હોય. મને ખાતરી છે કે કોઈ છુપો ટેક્સ હશે.'

મધ્યમ વર્ગના લોકોમાં અલગ જ શંકાઓ

મધ્યમ વર્ગના લોકોમાં અલગ જ શંકાઓ

શહેરી વિસ્તારોમાં રહેતા મધ્યમ વર્ગના મતદારોને ચિંતા સતાવી રહી છે કે, મફતનો ફાયદો તેમના પર જ ભારે પડશે. ગરીબોને આપવામાં આવતા તમામ મફત વચનો તેમણે કોઈને કોઈ સ્વરૂપે ચૂકવવા પડશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. રાજ્યમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે અને રાજ્યની તમામ 182 બેઠકો માટે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

English summary
Gujarat Election: What is the condition of AAP in Saurashtra? What will be the fate of Ishudan Gadvi? Know the details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X