રાજુ સોલંકીનો પક્ષપલટો: 5 નવે. કોંગ્રેસ 10 નવે. BJP!

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં પક્ષપલટાની અનેક ખબરો સાંભળવા મળી હતી અને વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ફરી એકવાર આવી ઘટનાઓની હારમાળા શરૂ થઇ છે. થોડા દિવસ પહેલાં શંકરસિહ વાઘેલાની નજીક ગણાતા કાશ્મીરા નથવાણીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો હતો. હવે શુક્રવારે કોંગ્રેસના વધુ એક નેતા રાજુ સોલંકી પણ ગાંધીનગર ખાતે અમિત શાહની હાજરીમાં અધિકૃત રીતે ભાજપમાં જોડાયા હતા.

Gujarat Election

વીર માંધાતા ગ્રૂપના રાજુ સોલંકીએ હજુ 5 દિવસ પહેલાં જ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. તેઓ અને તેમની ટીમ 5 નવેમ્બરના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે 10 નવેમ્બર અને શુક્રવારના રોજ તેમણે અમિત શાહના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જ્યારે તેમને આ ઓચિંતા પક્ષપલટાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય આવેશભર્યો હતો. પક્ષમાં જોડાયા બાદ પણ કંઇ ઠીક નહોતું લાગી રહ્યું એટલે નિર્ણય બદલ્યો.

English summary
Gujarat Elections 2017: Raju Solanki has joined BJP on Friday in the presence of Amit Shah. He had joined Congress just 5 days back.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.