ભાજપ આજે 3 વાગ્યાની આસપાર જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને શરૂ થવામાં જ્યાં થોડા કલાકોની વાર છે ત્યારે ભારે વિવાદ પછી આખરે આજે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું મન બનાવી જ લીધું છે. ભાજપ દ્વારા આજે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવશે. આજે બપોરે 3 વાગે ભાજપ આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે તેવી સંભાવના છે. ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી, ભૂપેન્દ્ર યાદવ અને જીતુ વાઘાણીને હાજરીમાં આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે.

bjp

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ગત સોમવારે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો હતો. જેમાં ખેડૂતોના દેવા માફીથી લઇને વિજળી અને સસ્તા પેટ્રોલ પર અનેક વચનો આપવામાં આવ્યા હતા. જે પછી માનવામાં આવતું હતું કે ભાજપ પણ તેનો ચૂંટણી ઢંઢેરો જલ્દી જ બહાર મૂકશે. પણ શનિવારે ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હોવા છતાં ચૂંટણી ઢંઢેરો ભાજપ દ્વારા બહાર ન નીકાળતા હાર્દિક પટેલથી લઇને અનેક લોકો દ્વારા આ અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. ત્યારે હાલ મનાઇ રહ્યું છે કે ભાજપ બપોરે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

English summary
Gujarat Elections 2017 : BJP may released its manifesto by 3Pm today

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.