જાણીતી મોડેલ ખુશ્બુ ભટ્ટે કર્યો આપઘાત, જાણો કેમ?

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં ગુજરાતની જાણીતી મોડેલ ખુશ્બુ ભટ્ટે આપધાત કરતા ફેશન જગતે મોટો આંચકો અનુભવ્યો છે. આનંદનગરના સુકૃતિ ટાવરમાં પિતા સાથે રહેતી ખુશ્બુએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જો કે તેની બોડી પાસેથી કોઇ સુસાઇડનોટ નથી મળી આવી માટે આપઘાતના યોગ્ય કારણ હજી સુધી સ્પષ્ટ નથી થયું. ત્યારે પોલીસ દ્વારા બોડીનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમવિધિ માટે તેનું બોડી તેના ઘરે લાવવામાં આવ્યું છે. અને પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ત્યારે તેવું તો શું બન્યું કે ગુજરાતની આ જાણીતી મોડેલ યુવતી ખુશ્બુ ભટ્ટે આ રીતે અંતિમ પગલું ભરવું પડ્યું તે અંગે વિગતવાર જાણો અહીં...

આપઘાતનું કારણ

આપઘાતનું કારણ

પ્રાપ્ત માહિતી મુજબ ખુશ્બુ ભટ્ટ તેના પિતા સાથે અણબન થતાં આવેશમાં આવી આ છેલ્લુ પલગું ભર્યું હોય તેમ મનાય છે. સુત્રોથી જે શરૂઆતી માહિતી મળી છે તે મુજબ પિતાને ડાયબિટીસ હોવાના કારણે સવારના નાસ્તો ગળ્યો હોવાના કારણે ઓછો ખાવાની વાત કરતા ખુશ્બુને આ વાતનું ખોટું લાગ્યું હતું. અને તે પછી તે પોતાના રૂમમાં જતી રહી હતી. જો કે લાંબા સમય સુધી તે બહાર ન આવતા જ્યારે દરવાજો ખોલ્યો તો ખબર પડી કે તેણે ગળે ફાંસો ખાઇ લીધો છે.

ખુશ્બુનો પરિવાર

ખુશ્બુનો પરિવાર

નોંધનીય છે કે ખુશ્બુ તેની દાદી અને પિતા સાથે સેટેલાઇટ વિસ્તારના આ મકાનમાં રહેતી હતી. ખુશ્બુએ પ્રેમ લગ્ન કર્યા હતા પણ બે મહિનામાં જ પતિ પત્ની વચ્ચે મતભેદ થતા તે લોકોએ છૂટાછેડા લીધા હતા. એટલું જ નહીં તેની માતા પણ થોડા સમય પહેલા આપઘાત કર્યો હતો. ત્યારે ખુશ્બુ ભટ્ટે પણ આપઘાત કરતા તેનો સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો.

ખુશ્બુનું કેરિયર

ખુશ્બુનું કેરિયર

નોંધનીય છે કે ખુશ્બુએ મુંબઇ જઇ લાંબા સમય સુધી પોતાના મોડિલિંગ કેરિયરને આગળ વધાર્યું હતું. પણ ગત થોડા વખતથી નવું કામ ન મળતા ખુશ્બુ ડિપ્રેશનમાં હતી તેવું નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું. વળી હાલ થોડા સમયથી ખુશ્બુ અને તેના પિતા વચ્ચે પણ અણબનાવ થતા હતા તેવું પણ જાણવા મળ્યું હતું. પણ કોઇએ તે નહતું વિચાર્યું કે ખુશ્બુ આવી બાબતો ના કારણે મૃત્યુ જેવું મોટી પગલું લેશે.

હસમુખી છોકરી

હસમુખી છોકરી

જો કે હાલ પોલીસ ખુશ્બુએ આપઘાત કેમ કર્યો તે અંગે વધુ તપાસ કરી રહી છે. શરૂઆતી તપાસમાં પોલીસને કંઇ પણ વિવાદાસ્પદ કે શંકાશીલ નથી મળી આવ્યું. પણ ખુશ્બુની આ આંચિતી વિદાયથી તેના પરિવારજનો અને મિત્રો શોકગ્રસ્ત થયા છે.

English summary
Gujarat famous Model Khushbu Bhatt suicide at Ahmedabad. Read here the reason behind her suicide.
Please Wait while comments are loading...