
રામ મંદિર માટે ગુજરાતના ખેડૂતોએ આપ્યુ લાખોનુ દાન, આખા ગામે વરસાવ્યુ ધન
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી દાન એકઠુ કરવામાં આવી રહ્યુ છે. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ સમિતિના માર્ગદર્શનમાં આયોજિત નિધિ સંગ્રહ અભિયાન હેઠળ ઘણી ટીમો ગુજરાતના લોકો પાસેથી રકમ એકઠી કરી રહી છે. અમદાવાદના કઠવાડા જીઆઈડીસી એસોસિએશન તરફથી 35 લાખ રૂપિયા આ ટીમ માટે સોંપવામાં આવ્ય છે. એક પદાધિકારીએ જણાવ્યુ કે સંત ચૈતન્ય શંભુ મહારાજને એસોસિએશનના પ્રતિનિધિઓ તરફથી 35 લાખ રૂપિયાનો ચેક ભેટ આપવામાં આવ્યો.
ખેડૂતોએ આપ્યુ લાખોનુ દાન
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભડથ ગામના ખેડૂત બાદરસિંહ હાદુસિંહ વાઘેલા પરિવાર તરફથી 111,111 રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સમસ્ત ગામ તરફથી 31,00,000 રૂપિયાનુ દાન કરવામાં આવ્યુ. વૃદ્ધ ખેડૂત રામચરણે જણાવ્યુ કે ભડથ ગામ તેમજ ખેડૂત પરિવારે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ સમિચિને ચેક સોંપ્યો છે. એક સમાચાર એ પણ છે કે કચ્છ જિલ્લામાં ગાંધીધામ ટીમ્બર એસોસિએશન તરફથી પણ અયોધ્યાના રામ મંદિર નિર્માણમાં સહયોગ માટે લાખો રૂપિયા આપવામાં આવ્યા છે.
2 દિવસમાં જ આવી ગયા હતા 100 કરોડ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી દાન લેવાનુ શરૂ કર્યુ છે. આ અભિયાનને રામ મંદિર નિધિ સંકલ્પ સંગ્રહ અભિયાન નામ આપવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી હતી. રામનાથ કોવિંદે ચેક દ્વારા 5 લાખ 100 રૂપિયાનુ દાન આપ્યુ હતુ. આ અભિયાનના પહેલા 2 દિવસમાં જ દેશભરમાંથી 100 કરોડ રૂપિયા દાન મળ્યા.
કેવી રીતે અને કોને આપવામાં આવે છે દાન?
લોકો રોકડ અને ચેક ઉપરાંત UPI, NEFT, RTGS, IMPSથી પણ દાન કરી શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓના જણાવ્યા મુજબ 10, 100, 1000 કે 2 હજારની ઉપરનુ દાન કોઈ પણ આપી શકે છે. તમે ઈચ્છો તો ટ્રસ્ટના અકાઉન્ટમાં સીધુ UPI, NEFT, RTGS, IMPSકરી શકો છો. ટ્રસ્ટે કાયદેસર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર અકાઉન્ટની ડિટેલ પણ આપી છે.
યૌન હુમલા અંગેના બૉમ્બે હાઈકોર્ટના ચુકાદા પર SCની રોક