For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિસ્ટમથી હતાશ થઈ ખેડૂતે સીએમ રૂપાણી સામે જ કીટનાશક દવા ખાધી

સિસ્ટમથી હતાશ થઈ ખેડૂતે સીએમ રૂપાણી સામે જ કીટનાશક દવા ખાધી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના પ્રાંસલી ગામમાં રવિવારે ભરાયેલ જનસભામાં સીએમ વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન એક ખેડૂતે જંતુનાશક દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. ખેડૂત ડોડિયા સમાજના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, તેઓ ગેરકાયદેસર કબ્જાથી પરેશાન હતા. જ્યારે તેમને ન્યાય ન મળતાં તેમણે સીએમ વિજય રૂપાણીની જનસભાાં જ કીટનાશક દવા ખાઈ લીધી હતી.

વિજય રૂપાણીની જનસભા

વિજય રૂપાણીની જનસભા

જાણકારી મુજબ ખેડૂતે જ્યારે દવા ઓગળી ત્યારે જ સીએમ રૂપાણીએ પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. ખેડૂતને જંતુનાશક દવા ખાતા જોઈ આયોજન સ્થળ પર તહેનાત સુરક્ષાકર્મી તુરંત હરકતમાં આવ્યા અને તેમને નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. હાલ પીડિત ખેડૂતની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.

વિજય રૂપાણીની સામે જ કીટનાશક દવા ખાધી

વિજય રૂપાણીની સામે જ કીટનાશક દવા ખાધી

આપઘાતના પ્રયાસ કરનાર ખેડૂતો પત્રકારોને જણાવ્યું કે ભૂ-માફિયાઓએ તેમના ખેતરની ઠીક બહાર પંચાયતી જમીન પર કબ્જો કરી લીધો છે. આ કારણે તેઓ પોતાના ખેતરમાં પ્રવેશ નહોતા કરી શકતા. ખેડૂતે જણાવ્યું કે કલેક્ટરે દબાણ હટાવવા આદેશ આપ્યો હતો, પરંતુ સ્થાનિક અધિકારીઓએ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી, આ કારણે એમની પરેશાનીનો કોઈ ઉકેલ નહોતો આવ્યો.

ભૂ-માફિયાઓએ જમીન છીનવી લીધી

ભૂ-માફિયાઓએ જમીન છીનવી લીધી

ખેડૂતનું કહેવું છે કે પંચાયતી જમીન પર કબ્જો કરનાર શખ્સોએ એમના ખેતરે જવાનો રસ્તો જ બંધ કરી દીધો છે. આ મામલે કલેક્ટર પણ આદેશ આપી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ખેડૂતે આ મામલે સીએમ વિજય રૂપાણીને પણ વાત કરી હતી અને સીએણ રૂપાણીએ પણ દબાણ હટાવવા આદેશ આપ્યો હતો, તેમ છતાં અત્યાર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી.

રૂપાણીના આદેશ બાદ પણ ન થયું કામ

રૂપાણીના આદેશ બાદ પણ ન થયું કામ

પીડિત ખેડૂતે કહ્યું કે તેમણે પંચાયત અધિકારીઓથી લઈને તાલુકા વિકાસ અધિકારીઓ સુધી વારંવાર અતિક્રમણ હટાવવાની અપીલ કરી, પરંતુ તેમની કોઈએ એક ન સાંભળી, હારીને તેમણે સીએમ વિજય રૂપાણીની જનસભામાં આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. જો કે સદનસીબે ખેડૂતની હાલત હવે ખતરાથી બહાર છે.

આજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણઆજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ

English summary
Gujarat farmer tried to end his life in front of Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X