• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

2020-21માં ગુજરાત માટે 2 લાખ 17 હજાર 287 કરોડ વપરાશે

|

આજથી શરૂ થઈ રહેલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનુ વર્ષ 2020-21નુ બજેટ બપોરે 1.15 વાગે રજૂ કરશે. ગયા વર્ષે નીતિન પટેલે જ રૂપિયા 2.04 લાખ કરોડનુ બજેટ રજૂ કર્યુ હતુ. એ વખતના બજેટમાં કોઈ નવા કરવેરા નાખવામાં આવ્યા નહોતા. આ વખતે પણ કરવેરાનુ ભારણ ન નાખીને તમામ વર્ગોને ખુશ કરવા સરકાર પ્રયત્ન કરશે. આમ પણ રાજ્યમાં જીએસટીના કારણે રાજ્યની આવક ઘટતા સરકારની ચિંતા વધી છે.

gujarat budget

Newest First Oldest First
3:48 PM, 26 Feb
નવા 85 હજાર ઘર બનાવવા 300 કરોડની જોગવાઈ
3:39 PM, 26 Feb
બોટાદમાં ડૉ. આંબેડકર ભવન બાંધવા માટે 2 કરોડની જોગવાઈ
3:25 PM, 26 Feb
દરિયાનું પાણી મીઠું કરવા માટે 27 કિમીની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ નાખવા માટે 1080 કરોડની જોગવાઈ કરીઃ નીતિન પટેલ
3:16 PM, 26 Feb
સીદપુર અને બીલીમોરામાં હોસ્પિટલ આધુનિક બનાવાશે
3:15 PM, 26 Feb
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11243 કરોડ રૂપિયાની જોગવાઈ
3:15 PM, 26 Feb
એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીના અભ્યાસ માટે 12 કરોડની જોગવાઈ
3:14 PM, 26 Feb
108 યોજના અંતર્ગત નવી 150 એમ્બ્યુલન્સ ખરીદીશું- નીતિન પટેલ
3:11 PM, 26 Feb
3 નવી મેડિકલ કોલેજને મોદી સરકારે મંજૂરી આપી છે- નવસારી, રાજપીપળા, પોરબંદર. ગ્રાન્ટ ફાળવણીનો ઓર્ડર મળી ગયો. તેના માટે આ વર્ષે 125 કરોડની ગુજરાતે જોગવાઈ કરી છે.
3:10 PM, 26 Feb
વિશ્વાસ પ્રોજેક્ટ માટે સીસીટીવી 111 કરોડ
3:10 PM, 26 Feb
મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડ નિર્ભયા ફંડ
3:09 PM, 26 Feb
પોલીસ આવાસ માટે 288 કરોડ
3:09 PM, 26 Feb
અન્ન અને નાગરિક પુરવઠા માટે 1271 કરોડ
3:08 PM, 26 Feb
વિજ્ઞાન પ્રવાહની નવી સરકારી અને એઈડ કોલેજો શરૂ કરવામાં આવશે
3:07 PM, 26 Feb
ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમગમતની સુવિધા પુરી પાડવા 250 કરોડની જોગવાઈ
3:07 PM, 26 Feb
એક વર્ષમા નિશાળોમાં 7000 નવા ઓરડા બનાવવાની સરકારની જાહેરાત
3:07 PM, 26 Feb
શિક્ષણ વિભાગ માટે 31 હજાર 955 કરોડની જોગવાઈ
2:58 PM, 26 Feb
80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે
2:58 PM, 26 Feb
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવાશે
2:57 PM, 26 Feb
ક્લાઈમેટ ચેન્જ માટે 1019 કરોડ ની જોગવાઈ
2:53 PM, 26 Feb
સૌની યોજનાને ત્રીજા તબક્કા માટે 2403 કરોડના જે કામો ચાલુ છે તેમાં 1710 કરોડના કામોની જોગવાઈ કરીએ છીએ.
2:52 PM, 26 Feb
નબળી કે બંધ ખાંડ મીલને કોઈ ખાંડ મીલ ટેક ઑવર કરે તો તેના માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છેઃ નીતિન પટેલ
2:51 PM, 26 Feb
કાપણી પછી થતા નુકસાન અટકાવવા પ્રાયોગિક ધોરણે 25 કરોડની જોગવાઈઃ નીતિન પટેલ
2:50 PM, 26 Feb
માછીમારોના સેફ્ટી માટે સાધનો આપવાની શરૂઆત કરી છે
2:50 PM, 26 Feb
ગુજરાતના માછીમારો પાસેથી બોટમાં વપરાતા ડીઝલમાંથી 200 કરોડની વેટ માફી આપીએ છીએ
2:49 PM, 26 Feb
દરિયાઈ ફિશિંગ માટે નાના માછીમારોને બોટ ચલાવવા માટે એન્જીન આપવાની અમારી સરકારે શુભ શરૂઆત કરી છેઃ નીતિન પટેલ
2:49 PM, 26 Feb
કૃષિ યુનિવર્સિટી બનાવવા માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છેઃ નીતિન પટેલ
2:47 PM, 26 Feb
31 શહેરોમાં કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશેઃ નીતિન પટેલ
2:43 PM, 26 Feb
ગુજરાતની રજિસ્ટર થયેલી પાંજરાપોળોને અપગ્રેડ કરવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
2:41 PM, 26 Feb
નવી કૃષિ યુનિવર્સિટીનું કામ ચાલુ થઈ ગયું છે
2:39 PM, 26 Feb
ખેડૂતોને રેલવે સ્ટેશને કે એરપોર્ટ પર સામાન પહોંચાડવો હોય તો તેમાં અમે સહાય કરશું.
READ MORE

English summary
Gujarat finance minister present budget for the year 2020-21
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X