સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી અપાઇ
ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના માછીમારોને ભાારે વરસાદના કારણે દરિયો ના ખેડવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે. ઉલ્લેખનીય છે કે લો પ્રેશનના કારણે ગુજરાતમાં ગત 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે માછીમારોને હવામાન અને તંત્ર દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે કોસ્ટગાર્ડે વિભાગે જણાવ્યું છે કે પોરબંદરથી ગત બુધવારે જ ચાર થી નવ જેટલા માછીમારો અને તેમની બોટ ગુમ થઇ છે. અને તેમની સાથેનો સંપર્ક ખોરવાયો છે. તો અન્ય જગ્યાએથી પણ માછીમારો દરિયા ફસાયા હોવાની જાણકારી મળી રહી છે.
એટલું જ નહીં પોરબંદરથી પણ કેટલાક માછીમારોને ખલાસીઓ દ્વારા જ બચાવવાના સમાચાર આવ્યા છે. ત્યારે ભારે વરસાદના પગલે આવા સમયે માછીમારોને દરિયાથી દૂર રહી આ સમયે દરિયા ખેડવાની હવામાન ખાતા અને તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે. નોંધનીય છે કે ગુજરાત તેની ચારે બાજુથી દરિયાથી ઘેરાયેલું છે. ત્યારે હવામાનની સ્થિતિને જોતા ખાસ કચ્છ અને સૌરાષ્ટ્રના માછીમારોને આ માટે ચેતવવામાં આવ્યા છે.