For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં આજથી ગુજરાત ગ્લોબલ હાઇટેક એગ્રો સમિટ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 સપ્ટેમ્બરઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે મહાત્મા મંદિર પરિસરમાં યોજાઇ રહેલા વૈશ્વિક કૃષિ સંમેલન( વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ-2013માં અતિ આધુનિક કૃષિ પ્રદર્શન-એગ્રી ટેક એશિયા એક્ઝીબિશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

આજે સાંજે મહાત્મા મંદિર પરિસરમાં મુખ્ય મંત્રીએ દેશના વિવિધ રાજ્યોના કિસાન ડેલીગેશનો અને વિશાળ ખેડૂતોની હાજરીમાં કૃષિ વિષયક પ્રદર્શન ખુલ્લું મુકતાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અર્થતંત્રમાં સંશોધિત કૃષિ ક્ષેત્રનો નવા પ્રયોગો-મહિમા ઉજાગર કરવાનો પ્રયાસ ગુજરાતે કર્યો છે, જે ઐતિહાસિક બની રહેશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં પ્રથમવાર કૃષિ વિષયક આવી સમીટ યોજાઇ છે. દુનિયાના 14 દેશો અને દેશના 23 રાજ્યો ભાગીદાર થયા છે. તેમણે આ એગ્રીટેકને ભારતનો સૌથી મોટો ફેર ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ઇઝરાયલે કૃષિ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે, ત્યાં આવી સમીટ દર ત્રણ-ચાર વર્ષે યોજાય છે. આપણો આ પ્રથમ પ્રયાસ છે જે ખેડૂતોને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ માટે માર્ગદર્શક બનશે અને ભારતના ગ્રામીણ જીવનમાં લાભ પહોંચાડવા ગુજરાત સરકારે જે પ્રયાસ કર્યો છે તે મહત્વનો બની રહેશે.

gujarat-agro-summit
કૃષિના પરંપરાગત ક્ષેત્રોની ઉત્પાદકતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે ‘Doing by Seeing' સિદ્ધાંત મુજબ રાજ્યના ખેડૂતોને ઘરઆંગણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કૃષિ ક્ષેત્રે થયેલી શોધો અને તકનીકો, નવીકૃષિ મશીનરીનું માર્ગદર્શન, બિયારણથી માંડીને બજાર સુધીની દેશી-વિદેશી ટેક્નોલોજીની માહિતી એક જ સ્થળે મળી રહે તેવા હેતુસર મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્લોબલ એગ્રી સમીટ કમ એક્ઝીબીશન તા. 9મીએ બપોરે 2થી 6 વાગ્યા દરમિયાન અને તા. 10,11 અને 12ના રોજ સવારે 10થી 6 વાગ્યા સુધી પ્રદર્શન જાહેર જનતાને નિહાળવા અર્થે ખુલ્લું રહેશે.

દેશભરમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે, ત્યારે ગુજરાતની કૃષિને વૈશ્વિક નક્શા પર મુકીને કૃષિકારોને આવા પ્રદર્શનો દ્વારા ખેતી પહેલાંની અને ખેતી બાદની તમામ માહિતી એક જ સાથે, એક જ સ્થળેથી મળી રહે તેની ચિંતા સેવીને આ પ્રદર્શનનું આયોજન થયું છે.

આ પ્રદર્શનમાં ભારત અને વિદેશની 250 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે. 15 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા અને 3 ખાસ એક્ઝીબીશન હોલમાં યોજાયેલા આ પ્રદર્શનની મુલાકાત અંદાજિત બે લાખથી પણ વધુ મુલાકતીઓ લે તેવી શક્યતાઓ છે, પરિણામે આ પ્રદર્શન એશિયાનું અગ્રણી એક્ઝીબીશન બની રહેશે.

એગ્રીટેક એશિયા-2013માં કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓના નિદર્શન સાથે કૃષિ ક્ષેત્રના જુદા-જુદા 25 જેટલાં સેક્ટરો આવરી લેવામાં આવ્યા છે. ખેતી પહેલાં સિંચાઇ અને ટેક્નોલોજી, ગ્રીનહાઉ, પ્લાસ્ટીકલ્ચર, કૃષિ ઉદ્યોગો, ડેરી ટેક્નોલોજી લાઇવ સ્ટોક ફેબ્રીકેશન, પશુપાલન, ખાતર, સરકારી એસોસિએશન, બિયારણ કંપની કોઇર પ્રોડક્ટ, એગ્રો કેમિકલ્સ, ટ્રેક્ટર અને તેના પાર્ટ્સ ઉત્પાદકો, ફૂડ ટેક્નોલોજી, ટાયર, પેકેજિંગ, પમ્પસ, પરંપરાગત ઉર્જા વાયર ટેક્નોલોજી, કૃષિ વપરાશી વસ્તુઓ, કૃષિ મેગેઝીન-અખબારો અને વેબ પોર્ટલ ક્ષેત્રની ટોચની કંપનીઓએ ભાગ લીધો છે.

એગ્રીટેક એશિયા-2013માં પશુપાલન અને ડેરી ફાર્મ ઉદ્યોગ અંગે ખેડૂતોને જાણકારી મળે તે હેતુથી ખાસ સેક્શન ઉભું કરવામાં આવ્યું છે. ખેડૂતો અત્યાધુનિક કૃષિજ્ઞાન દ્વારા વધુ કમાણી કરી શકે, રોજગારીનું નવું સાધન ઉભું થાય તેવી માહિતી ઉપરાંત વધુ પાક ઓછી જમીનમાં કેવી રીતે લેવાય, પાક ઉગ્યા બાદ તેનો બગાડ કેવી રીતે ઓછો થાય તેવી આધુનિક ટેક્નોલોજી સાથેની જાણકારી ખેડૂતોને માટે ઉપલબ્ધ કરાઇ છે.

English summary
The Gujarat government will be holding the Vibrant Gujarat Global High Tech Agro Summit in state capital Gandhinagar from September 9
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X