ગુજરાત સરકાર અને APSEZ વચ્ચે દેશના સૌથી મોટા મલ્ટી લૉજિસ્ટીક પાર્ક માટેના એમઓયુ પર થયા હસ્તાક્ષર
ગુજરાત સરકાર અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનૉમિક ઝોન લિમિટેડ(APSEZ)એ શુક્રવારે ભારતના સૌથી મોટા મલ્ટી લૉજિસ્ટીક મૉડલ બનાવવા માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. સાણંદના ઑટો હબ પાસે વિરોચન નગરમાં 1450 એકરમાં ફેલાયેલ આ પાર્કથી લૉજિસ્ટીક અને ટ્રાન્સપોર્ટ સ્પેસમાં રૂ.50,000 કરોડના રોકાણને આકર્ષિત થવાની આશા છે. જરૂરી મંજૂરીઓ બાદ છ મહિનામાં આ પ્રોજેક્ટનુ બાંધકામ શરૂ કરવામાં આવશે જ્યારે વર્ષ 2023 સુધી 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થવાની આશા છે.
ગુજરાત સરકારમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી તેમજ મુખ્યમંત્રીના અધિક ચીફ સેક્રેટરી એમ કે દાસ તેમજ APSEZના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર કરણ અદાણી દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યુ કે આ પાર્ક માત્ર Dedicater Freight Corridor(DFC) અને દેશના મોટા બંદરો સાથે જ કનેક્ટેડ નહિ હોય પરંતુ તે રાજ્યના બિઝનેસને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે તેમજ 25,000થી વધુ લોકોને રોજગાર આપશે.
ગુજરાત સરકારના નિવેદન મુજબ પાર્કમાં ટેક્સટાઈલ, જથ્થાબંધ, ઈ-કૉમર્સ અને બીટીએસની સુવિધાઓ 3.8 મિલિયન ચોરસ ફૂટ, 900,000 ચોરસ ફૂટમાં બોન્ડેડ વેરહાઉસ, 400,000 ચોરસ ફૂટમાં ગ્રેડ-એ પેલેટાઈઝ્ડ સુવિધાઓ અને તાપમાન તેમજ પેલેટાઈઝ્ડની સુવિધાઓ 60,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી હશે. આ ઉપરાંત કન્ટેનર યાર્ડમાં 330,000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ચાર વીસ ફૂટ સમકક્ષ યુનિટ(TEU)હેન્ડલીંગ લાઈનો સ્થાપિત કરવામાં આવશે.
વધુમાં 400,000 મેટ્રિક ટન કાર યાર્ડ, લગભગ 30,000 કારનુ સંચાલન કરવા માટે, 100,000 મેટ્રેક ટનનો એગ્રી સિલો, 350,000 કિલો લિટરનો POL ટેંક ફાર્મ અને 100,000 મેટ્રિક ટનનો સિમેન્ટ સીલો પણ પાર્કમાં બનવા જઈ રહ્યો છે. એમ કે દાસે પાર્ક અંગે વિસ્તારપૂર્વક જણાવ્યુ કે આનાથી સ્થાનિક આયાત અને નિકાસ બજારને વૈશ્વિક પ્લેટફૉર્મ મળશે. વધુમાં તેમણે જણાવ્યુ કે રેલ ફ્રેટ ટર્મિનલ પણ સ્થાપિત કરવામાં આવશે. જે દિલ્લી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોર સાથે સીધુ સંપર્કમાં રહેશે. વળી, પારતમાં 4.6 કિમી રનવે સાથે એક સમર્પિત એર કાર્ગો કૉમ્પ્લેક્સ હશે જે એરપ્લેન જેવા મોટા માલવાહક વાહનોના હેન્ડલીંગ માટે સક્ષમ હશે.
પાર્કમાં લૉજિસ્ટીક ઈન્ફ્રસ્ટ્રક્ચર સુવિધાઓમાં નવ મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલ વેરહાઉસ ઝોન શામેલ હશે જે 4.5 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતુ એર ફ્રેટ સ્ટેશન, ગ્રેડ-એ વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ તેમજ અન્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવશે. વળી, પાર્કમાં એક શોપિંગ પ્લાઝા અથવા 300,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ રિટેલ ફૂટપ્રિન્ટ સાથેનુ બિઝનેસ સેન્ટર પણ હશે. આ ઉપરાંત સ્કીલ્ડ મેનપાવરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક સમર્પિત સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ હશે.
Budget 2021: નાણમંત્રી નિર્મલા સીતારમણ સામે હશે આ 5 પડકારો