૧૯૮૧ના કાયદા હેઠળ LPG ગેસ ડિલરોને વિતરણ-વેચાણ માટે પરવાનગી લેવામાંથી મુક્તિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1981 ના કાયદા હેઠળ એલપીજી ગેસ ડિલરોને વિતરણ વેચાણ માટે ગરવાનગી લેવામાથી મુક્તિ આપવામાં આવી છે. જેથી 1000 જેટલા એલ.પી.જી. ડિસ્ટ્રિબ્યુટર્સને આ નિર્ણયનો લાભ મળશે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા મિનિમમ ગવર્નમેન્ટ,મેક્સિમમ ગવર્નન્સની સંકલ્પનાને સાકાર કરવા વર્ષ ૧૯૮૧ના કાયદા હેઠળ એલ.પી.જી. ગેસ ડિલરોને ગેસ સિલિન્ડરના વિતરણ અને વેચાણ માટે પુરવઠા ખાતા પાસેથી લેવામાં આવતા નવા પરવાનામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય હયાત પરવાનાની મુદત પુરી થતા ડિલરોએ પરવાનાને રિન્યુ કરાવવાનો રહેશે નહી. આ નિર્ણયનો લાભ રાજ્યના આશરે ૧૦૦૦ જેટલા એલ.પી.જી. ડિસ્ટ્રિબ્યુટર્સને મળશે તેમ જણાવ્યુ હતું.