• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે? આ અનુમાન સાથે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી દીધી

|

કોરોના મહામારીની ત્રીજી લહેરની સમય સીમા નક્કી કરવી બહુ મુશ્કેલ છે. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ પહેલે જ આશંકા જાહેર કરી રાખી છે કે સરકારે આ વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી આની તૈયારી કરી લેવી જોઈએ. કોવિડ 19ની ત્રીજી લહેરમાં ભારતમાં બાળકોને લઈ વૈજ્ઞાનિકોએ સૌથી વધુ ચિંતા વ્યક્ત કરી છે. કેમ કે વયસ્કોની ઘણી વસ્તી બે લહેરોમાં કોરોનાથી પીડિત થઈ ચૂકી છે અને મોટાપાયે વેક્સીનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પરંતુ 12 વર્ષથી નાના બાળકો માટે લાંબા સમય સુધી વેક્સીન આવવાની કોઈ સંભાવના નથી. જો કે 12થી 18 વર્ષના કિશોરો માટે કોવેક્સીન બનાવતી દેસી કંપની ભારત બાયોટેકને તેના ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે. પરંતુ ગુજરાત સરકારે કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈ પોતાના અનુમાનના આધારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મૉનસૂન બાદ દસ્તક આપે તેવી આશંકા

મૉનસૂન બાદ દસ્તક આપે તેવી આશંકા

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર મંડરાતા ખતરાની આશંકાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર, ગુજરાત સહિત કેટલાય રાજ્યો પહેલેથી જ સતર્ક છે અને તેમના તરફથી પીડિયાટ્રિક કોવિડ વોર્ડ બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. પરંતુ ત્રીજી લહેરને લઈ ગુજરાત સરકારનું પોતાનું અનુમાન છે અને તેની પાછળ તેમનું ઠોસ આંકલન પણ છે. રાજ્ય સરકારને લાગે છે કે ત્રીજી લહેર મૉનસૂન ખતમ થયા બાદ કોઈપણ સમયે દસ્તક આપી શકે છે. આ અનુમાન પાછળ તેમને કેટલાક ઠોસ આધાર પણ છે.

ગુજરાત સરકારના અનુમાનનું કારણ

ગુજરાત સરકારના અનુમાનનું કારણ

ગુજરાત સરકારનું માનવું છે કે મોનસૂન પૂરું થયા બાદ તહેવારોની સિઝન શરૂ થઈ જશે. ઓગસ્ટમાં રક્ષાબંધન બાદ, જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળીના તહેવાર આવશે. આ દરમિયાન લોકો મોટી સંખ્યામાં બહાર નીકળવા શરૂ થશે અને તે દરમિયાન ફરી સંક્રમણની ગતિ તેજ થઈ શકે તેવું અનુમાન છે. સૂત્રએ જણાવ્યા મુજબ ‘સરકારની ટાસ્ક ફોર્સ અને એક્સપર્ટ મહામારીની ત્રીજી લહેરનું અનુમાન લગાવવાની કોશિશ કરી રહ્યા છે, જે બહુ મુશ્કેલ છે. પરંતુ અધિકારીઓનું માનવું છે કે સામાન્ય રીતે ગુજરાતમાં તહેવારો સમયે ભીડ વધી જાય છે, માટે આગામી તહેવારો ત્રીજી લહેરનું કારણ બની શકે છે.'

ત્રીજી લહેરની ગતિ રોકવાની તૈયારી શું છે?

ત્રીજી લહેરની ગતિ રોકવાની તૈયારી શું છે?

એટલું જ નહિ, ગુજરાત સરકારના અધિકારીઓનું કહેવું છે કે શ્રાવણ મહિનાથી આખા ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ શરૂ થઈ જાય છે. સૂત્રોનું માનીએ તો રાજ્ય સરકાર આવા તમામ કાર્યક્રમો પર રોક લગાવી શકે છે. જે બાદ નવરાત્રી શરૂ થઈ જશે અને ઑક્ટોબરમાં યોજાનાર આ તહેવારો પર પણ કેટલાક પ્રતિબંધો લગાવી દેવામાં આવે તેવી સંભાવના છે... જે બાદ નવેમ્બરમાં સરકાર સામે દિવાળી અને નવા વર્ષના ઉત્સવનો પડકાર હશે, પરંતુ તેની કોશિશ છે કે જો પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થઈ જશે તો નવેમ્બર સુધી વધુમાં વધુ લોકોને વેક્સીનના ડોઝ અપાવી દેશે.

વેક્સીનેશન જ ત્રીજી લહેરને થામવાનું હથિયાર

વેક્સીનેશન જ ત્રીજી લહેરને થામવાનું હથિયાર

ગુજરાતમાં પહેલી લહેર દરમિયાન પાછલા વર્ષે નવેમ્બરમાં દરરોજના કેસ 1607ની મહત્તમ સંખ્યા સુધી પહોંચી ગયા હતા. જ્યારે બીજી લહેરમાં ગત 30 એપ્રિલે તે 9 ગણા વધી 14605 સુધી પહોંચી ગયા.

<strong>આ પણ વાંચો- </strong>કોરોનાના મામલાઓમાં ઘટાડો પણ મૃત્યુઆંક વધ્યો, છેલ્લા 24 કલાકમાં 4329 લોકોના મોત, 2.63 લાખ નવા મામલાઆ પણ વાંચો- કોરોનાના મામલાઓમાં ઘટાડો પણ મૃત્યુઆંક વધ્યો, છેલ્લા 24 કલાકમાં 4329 લોકોના મોત, 2.63 લાખ નવા મામલા

હાલ ગુજરાત સરકારના કોઈપણ અધિકારી ત્રીજી લહેરની પીકને લઈ કોઈ અંદાજ લગાવવાની સ્થિતિમાં નથી, પરંતુ મોટા પાયે અનુમાન લખાવવામાં આવી રહ્યું છે કે આ સંખ્યા બીજી લહેરના ઉચ્ચતમ સ્તરથી ત્રણ કે ચાર ગણી વધુ હોય શકે છે. એવામાં કેટલાક એક્સપર્ટ્સનું મંતવ્ય છે કે ત્રીજી લહેર શરૂ થયા પહેલાં જ વ્યાપક સ્તરે વેક્સીનેશન થી જાય તો આ પીક બીજી લહેરથી પણ ઓછી રહી શકે છે.

English summary
Gujarat Government Start preparation to prevent pandemic in 3rd wave of coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X