
ગુજરાત સરકારે એક ઝાટકે 77 IAS અધિકારીઓની કરી બદલી
ગુજરાતમાં અમલદારશાહીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં પહેલા ગુજરાતના સેક્રેટરી સ્તરના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યારે આજે એક સાથે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી.હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે અપાઈ નિમણુંક, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાનાં CEO તરીકે બદલી કરવામા આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં 10 દિવસ પહેલાં જ રાજ્ય સરકારે મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. મહેસાણા કલેક્ટર એચ કે પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે અને અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.