For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના નવા રાજ્યપાલે 14 બિલોને આપી મંજૂરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 ઓગસ્ટ : ગુજરાતના નવનિયુક્ત રાજ્‍યપાલ ઓમપ્રકાશ કોહલીએ તાજેતરમાં બજેટ સત્રમાં રાજ્‍ય વિધાનસભામાં પસાર કરવામાં આવેલા તમામ 14 બિલને મંજૂરીની મહોર મારી દીધી છે.

બજેટ સત્રમાં પસાર કરાયેલા બિલને ખુબ ઝડપથી મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્‍ટ્રપતિની મંજુરી માટે લોકાયુક્‍ત આયોગ બિલ 2013ને કેન્‍દ્ર સરકાર પાસે મોકલી દેવામાં આવ્‍યું છે.

a-p-kohli

રાજ્‍યપાલ દ્વારા મંજુરી આપવામાં આવેલા તમામ બિલ હવે કાયદામાં ફેરવાઈ જશે. રાજ્‍ય સરકાર દ્વારા નિયમો અને ધારાધોરણોના સંદર્ભમાં જાહેરનામુ બહાર પાડવામાં આવે ત્યાપ પછી ઔપચારિક પ્રક્રિયા હાથ ધર્યા બાદ આ તમામ બિલ કાયદામાં ફેરવાઈ જશે.

ટાઉન પ્‍લાનિંગ બિલ સહિત કેટલાક બિલ ખુબ જ મહત્‍વપૂર્ણ છે જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્‍યો હતો. જો કે નવા રાજ્‍યપાલે લોકલ ઓથોરિટી કાયદા સુધારા બિલને હજુ લીલીઝંડી આપી નથી. આ બિલમાં સ્‍થાનિક ચૂંટણીમાં ફરજિયાત મતદાનની જોગવાઈ છે.

અન્‍ય કેટલાક બિલ પણ પેન્‍ડિંગ રહેલા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્‍યા હતા. સુધારા ટાઉન પ્‍લાનિંગ બિલમાં સરકારની સત્તા વધારવામાં આવી છે. રાજ્‍ય સરકારને ટાઉન પ્‍લાનિંગ સ્‍કીમને ઝડપથી અમલી બનાવવા રાજ્‍ય સરકારને વધુ સત્તાઓનો સમાવેશ થાય છે.

રાજ્યપાલે કયા બિલને આપી મંજુરી?

  • ગુજરાત ટાઉન પ્‍લાનિંગ એન્‍ડ અર્બન ડેવલપમેન્‍ટ બિલ
  • ગુજરાત ટેનેન્‍સી એન્‍ડ એગ્રીકલ્‍ચર લેન્‍ડ બિલ
  • ગુજરાત કોર્ટ ફી સુધારા બિલ 2014
  • ગુજરાત સિવિલ કોર્ટ સુધારા બિલ 2014
  • ગુજરાત એગ્રીકલ્‍ચર યુનિર્વસિટી સુધારા બિલ 2014
  • ગુજરાત ટેક્‍સેસન લો સુધારા બિલ 2014
  • સ્‍ટેમ્‍પ ડયુટી એક્‍ટ સુધારા બિલ 2014

કયા બિલને મંજુરી બાકી?

  • લોકલ ઓથોરિટી કાયદા સુધારા બિલ પેન્ડિંગ
English summary
Gujarat's new governor approved 14 amendment bill passed in assembly during budget session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X