For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પ્રવાસનની ‘‘હોમસ્ટે આવાસ'' યોજના, જાણો કેવા છે ફાયદા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 નવેમ્બરઃ રાજ્યના પ્રવાસન મંત્રી સૌરભ પટેલે રાજ્યના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટેની ‘‘હોમસ્ટે આવાસ'' યોજના જાહેર કરી છે. જે સમગ્ર રાજ્યના તમામ વિસ્તાસરોમાં લાગુ પડશે.

આ યોજનાની જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ કક્ષાની ઉત્તમ સગવડો યોગ્યવ દરે ઉપલબ્ધક બને અને રાજયના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓના ધસારાને પહોચી વળવા રાજ્ય સરકારે ‘‘હોમસ્ટે આવાસ'' યોજનાનો નવો જ અભિગમ અમલમાં મૂક્યો છે.

saurabh-patel
આ યોજનાનો મૂળ ઉદ્દેશ સ્પષ્ટ કરતા મંત્રીએ માહિતી આપી હતી કે, વિદેશી અને રાજ્ય બહારના પ્રવાસીઓને ભારતીય કુટુંબો સાથે રહેવાની તક મળે, ગુજરાતી-ભારતીય વાનગીઓનો સ્વાદ મળે, આતિથ્ય સત્કારની ભાવના ઉજાગર થાય અને ગુજરાત અને ભારતીય સંસ્કૃ‍તિ અને પંરપરાના દર્શન થાય તેવો છે તેમજ તેઓને પ્રવાસન સ્થીળે સ્વચ્છ અને સસ્તા રોકાણ માટેના સ્થળો ઉપલબ્ધ થાય તેવો છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.

વર્ષ 2013-2014માં અંદાજે 2.8 કરોડથી પણ વધુ પ્રવાસીઓએ ગુજરાત રાજ્યની મુલાકાત લીધી છે. જેમાં પ્રતિવર્ષ 13.3 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ‘‘હોમસ્ટે આવાસ'' યોજનામાં આવનાર મહેમાનોને ઉપલબ્ધ કરવામાં આવનારી સુવિધાઓના ધોરણો ગોલ્ડે અને સિલ્વર એમ બે કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવશે.

ટેક્ષ માફીનો લાભ મળવાપાત્ર
ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ લિ. આવા ‘‘હોમસ્ટે આવાસ'' યોજનામાં લાભ લેવાનો આશય ધરાવતા લોકોની મિલકતો અને આવાસોની તપાસ કર્યા બાદ આવી કેટેગરી નકકી કરશે. હોમસ્ટે આવાસ યોજનામાં ભાગ લેવા ઇચ્છતા નાગરિકોને લક્ઝરી ટેક્ષ અને વેલ્યુલ એડેડ ટેક્ષ માફીનો લાભ મળવાપાત્ર થશે.

મંત્રીએ જણાવ્યુએ હતુ કે, રાજયના જે નાગરિકોએ પોતાના આવાસને ‘‘હોમસ્ટે આવાસ'' યોજના અંતર્ગત નોંધાવેલા હશે તેમની પાસેથી વીજળી બીલ, મ્યુનિસિપલ વેરો, મિલ્કત વેરો અને પાણી વેરો પણ ડોમેસ્ટીક દરે જ વસુલમાં આવશે. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રાજ્યના આવા નાગરિકોને આ ટૂંકાગાળાની ટ્રેનિંગ અને માર્કેટીંગ પુરૂ પાડશે. જો કે સલામતીની બાબતોનું ધ્યાન રાખી ‘‘હોમસ્ટે આવાસ'' યોજના અંતર્ગત રજીસ્ટર્ડ થતાં નાગરિકોએ પ્રથમ પોલીસ તપાસ કરાવી લેવાની રહેશે.

English summary
Tourism Minister of Gujarat, Saurabh Patel today announced a scheme for Homestay which would be effective in all areas across the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X