For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Gram Panchayat Election Results 2021 Live: ગુજરાતની 8686 ગ્રામ પંચાયતોનુ ચૂંટણી પરિણામ જાહેર

ગુજરાતમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન હતુ જેનુ આજે પરિણામ જાહેર.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન હતુ જેનુ આજે પરિણામ જાહેર થશે. રાજ્યની 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયુ છે. મત ગણતરીને લઈને તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે. ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી હાથ ધરાશે. પોલિસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 14,291 પોલિસ સ્ટાફ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી પરિણામની પળેપળની અપડેટ માટે જોતા રહો વન ઈન્ડિયા ગુજરાતી લાઈવ.

લિંક પર ક્લિક કરી જાણો ગ્રામ પંચાયતના રિઝલ્ટ

Gram Panchayat Election

Newest First Oldest First
3:12 PM, 21 Dec

મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી, જેઠાણી અને ભત્રીજી વચ્ચે ચૂંટણીનો જંગ, ભત્રીજી ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી સરપંચ પદે 175 મતે વિજેતા
2:32 PM, 21 Dec

ડીસાના સણથ ગામમાં દલા ભાઇ આણ બન્યા સરપંચ
2:30 PM, 21 Dec

વ્યારાના કપૂરમાં વૈશાલી ચૌધરી બન્યા સરપંચ
1:48 PM, 21 Dec

વાપીના છરવાડામાં ચોંકાવનારુ પરિણામ

વાપીના છરવાડા ગ્રામ પંચાયતમાં વૉર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 વોટ મળ્યો. તેમણે કહ્યુ કે પત્નીએ વોટ આપ્યો હશે પણ એ અભણ છે એટલે એને ખબર નહિ પડી હોય એમ જણાવી રડી પડ્યા.
1:45 PM, 21 Dec

જૂનાગઢ

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગ્રામપંચાયતના સરપંચ વેલજીભાઈ પાથર ચોથી વાર સરપંચ તરીકે ચૂંટાયા.
1:33 PM, 21 Dec

રાજકોટ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોના વિજેતા

અમરગઢમાં હિરલબેન સિંધવ, કાગદળીમાં પ્રદીપ ચાવડા, ચાંચડિયામાં શારદાબેન કુમરખાણીયા, હોડથલીમાં રાધાબેન બોરીચા વિજેતા જાહેર.
1:17 PM, 21 Dec

મોરબીના વિજેતા ઉમેદવારો

થોરાળા - અમૃતભાઈ કરમણલાલા અંબાણી વાંકાનેર તાલુકામાં શેખરડી - કેશાભાઈ વાટુકિયા, પીપળીયાઆગાભીમાં શીતલબા શિવરાજસિંહ જાડેજા, જેતપરડામાં સુમૈયાભ શેરસિયા વિજેતા
1:14 PM, 21 Dec

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનુ નિવેદન

ગ્રામ પંચાયતમાં કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા 80 ટકા ઉમેદવારો જીત્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભાજપની નીતિના કારણે લોકોમાં નારાજગી છે. આવનારી વિધાનસભાની ચૂંટણી પણ બેલેટ પેપરથી જ થવી જોઈએ.
1:12 PM, 21 Dec

જૂનાગઢ

જૂનાગઢની 44 પૈકી 5 ગ્રામ પંચાયતોનુ પરિણામ જાહેર.
12:57 PM, 21 Dec

જેતપુરની વિવિધ ગ્રામ પંચાયતોના વિજેતા

જેતપુરના ખીરસરામાં દમયંતીબેન સોડાગર 429 મતથી વિજેતા. જેપુરમાં ગીતાબેન સરવૈયા 17 મતે વિજેતા. કાગવડમાં જિતેન્દ્રભાઈ સોલંકી વિજેતા.
12:39 PM, 21 Dec

અમરેલી

અમરેલી જિલ્લાના કૃષ્ણગઢમાં હર્ષદભાઈ મુજપરા 92 મતેથી વિજેતા. અમૃતવેલમાં ગજરાબેન પ્રતાપભાઈ 413 મતથી વિજેતા. દેવળામાં મુક્તાબેન વસોયા 171 મતથી વિજેતા. જંગરમાં વિપુલભાઈ ભીખાભાઈ વશાણી 216 મતથી વિજેતા. દેતદમાં ભાવનાબેન ગોઠડીયા 142 મતથી વિજેતા.
12:37 PM, 21 Dec

ડીસા

ડીસાના સાવિયાના ગામે લાશુબેન ઠાકોરની જીત. સતત ત્રણ વાર વિજેતા ભાજપ આગેવાનની હાર.
12:36 PM, 21 Dec

મહેસાણા

મહેસાણાના વડનગરના ગણેશપુરામાં સરપંચ પદે નિર્મલભાઈ પટેલ વિજેતા. નવાપુરામાં શૈલેષજી ઠાકોર વિજેતા.
12:17 PM, 21 Dec

રાજકોટ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા

પડઘરી તાલુકામાં નાના ઈટોળામાં- ઈન્દ્રજિત સિંહ વિક્રમસિંહ ગજેરા, ફતેપરમમાં - વસંતબેન મનસુખભાઈ ગજેરા, ખામટામાં - કંકુબેન બકુલભાઈ સાનીયા, દહિસરડા(આજી)માં - મંજુલાબહેન ગોરધનભાઈ પનારા વિજેતા
11:57 AM, 21 Dec

નર્મદા

નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદે વાસુદેવ વસાવા 10 મતે હાર્યા. પતિ હારી જતા પત્ની બેભાન.
11:56 AM, 21 Dec

દાહોદ

દાહોદના દેવગઢ બારીયાના નાળાતોડમાં ભુપેન્દ્રસિંહ અમર શીહ રાઠવા વિજેતા.
11:56 AM, 21 Dec

ભાવનગર

ભાવનગર જિલ્લાના ભાલનાં રાજગઢ ગામે બાબુભાઈ ગોવિંદભાઇ પનારાનો સરપંચ પદે વિજય.
11:56 AM, 21 Dec

જામનગર

જામનગર તાલુકાના ખારાવેઢા ગામના સરપંચ પદે રંજનબેન કેશવજીભાઇ બોરીચા 26 મતે વિજેતા
11:55 AM, 21 Dec

ભાવનગર

ભાવનગરના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા.
11:55 AM, 21 Dec

ગાંધીનગર

ગાંધીનગરના રતનપુર ગામના સરપંચ પદે વીરેન્દ્ર સિંહ બિહોલા 458 મતથી વિજેતા
11:13 AM, 21 Dec

નર્મદા

નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતીષભાઈ વસાવા 9 મતથી વિજેતા.
11:12 AM, 21 Dec

કલોલ

કલોલમાં ગણપતપુરામાં સરપંચના ઉમેદવારોને એકસરખા મત મળ્યા.
10:51 AM, 21 Dec

અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગીનીબેન અને સઋરપુરમાં કોદીબેન બામણીયાના વિજેતા.
10:50 AM, 21 Dec

પાટણના શંખેશ્વરના રુનીમાં દિનેશ મકવાણા, ચાણસ્માના ગલોલી વાસણામાં દિવાબેન વિજેતા, રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરની જીત.
10:48 AM, 21 Dec

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રાના સજ્જનપુરમાં લાલજી પટેલનો વિજય.
10:39 AM, 21 Dec

નવસારી

નવસારીના પીનસાડ-સરોણા ગામના સપરંચ પદે નયન પટેલ વિજેતા.
10:38 AM, 21 Dec

વિરમગામ

વિરમગામના જક્સી ગામમાં પંચાયત સરપંચ પદે નવઘણજી ઠાકોરનો વિજય.
10:38 AM, 21 Dec

વડોદરા

વડોદરાના પાદરાના ગયાપુરા ગામમાં સરપંચ તરીકે કમલેશભાઈ પટેલ વિજેતા.
10:37 AM, 21 Dec

નર્મદા

નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતિષભાઈ વસાવા 9 મતથી વિજેતા.
10:20 AM, 21 Dec

પાટણ

પાટણના ગજા ગામમાં નાના ભાઈએ પિતરાઈ મોટા ભાઈને 71 મતે હરાવ્યા.
READ MORE

English summary
Gujarat Gram Panchayat Election Results 2021 Live updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X