કેન્દ્ર સરકારમાં ગુજરાત-ગુજરાતીઓનો દબદબો
ગાંધીનગર, 10 નવેમ્બરઃ સ્પષ્ટ બહુમતિથી કેન્દ્રમાં બનેલી ભાજપ સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે. દેશના વડાપ્રધાન પદે ગુજરાતી નરેન્દ્ર મોદી છે અને હવે તેમના મંત્રીમંડળના વિસ્તરણમાં વધારો કરવામાં આવ્યા બાદ વધુ બે ગુજરાતી પ્રધાનોનો સમાવેશ થઇ ગયો છે. નોંધનીય છેકે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ ચાર પ્રધાનો ગુજરાતમાંથી આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતને મળેલા કેન્દ્રના પ્રતિનિધિત્વ પર નજર ફેરવવામાં આવે તો મોદીએ ગુજરાતના ત્રણેય ખૂણાને સાચવી લીધા છે, જેમાં ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે.

અત્રે એ વાત પણ નોંધનીય છેકે 2004 પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ નહોતું. 2004 બાદ આવું પહેલીવાર બન્યુ છેકે સૌરાષ્ટ્રના મોહન કુંડારિયાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલા ડો. વલ્લભ કથિરીયા વાજપેયી સરકારમાં મંત્રી હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાત અને ગુજરાતીઓના દબદબા અંગે નીચે જણાવવામાં આવ્યું છે.
1. નરેન્દ્ર મોદી- વડાપ્રધાન(વડનગર, ગુજરાતના)
2. મનસુખ વાસાવા- લોકસભા(ભરૂચ,દક્ષિણ ગુજરાત)
3. મોહન કુંડારિયા- લોકસભા(રાજકોટ,સૌરાષ્ટ્ર)
4. હરિભાઇ ચૌધરી- લોકસભા(બનાસકાંઠા, ઉત્તર ગુજરાત)
5. અરૂણ જેટલી- ગુજરાતથી રાજ્યસભાના સાંસદ
6. સ્મૃતિ ઇરાની- ગુજરાતથી રાજ્યસભાના સાંસદ












Click it and Unblock the Notifications
