For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election : હાર્દિક પટેલને મળી "Y" કેટેગરીની સુરક્ષા

પાસ નેતા હાર્દિક પટેલને સુરક્ષા કારણોથી આપવામાં આવી વાય કેટેગરીની સુરક્ષા. અજીત ડોભાલને જેવી સુરક્ષા મળે છે તેવી સુરક્ષા હવે હાર્દિકને પણ મળશે. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને કેન્દ્ર તરફથી વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ચૂંટણી પહેલા ગુપ્તચર સંસ્થાઓને મળતી જાણતી મુજબ હાર્દિકના જીવને ખતરો છે. જેના કારણે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ એટલે કે સીઆઇએસએફ દ્વારા તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. જેના કારણે હવે પાટીદાર આંદોલન માટે હાર્દિક પટેલ ગુજરાતમાં જ્યાં પણ જશે તેની સાથે આઠ સીઆઇએસએફના બંદૂકધારી જવાનો પણ તેને સુરક્ષા આપવા તેની સાથે જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અજીત ડોભાલ અને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતને આ પ્રકારની સુરક્ષા આપવામાં આવે છે. અને હવે તે જ પ્રકારની સુરક્ષા હાર્દિક પટેલને પણ મળશે.

hardik patel

ઉલ્લેખનીય છે કે બીજી તરફ હાર્દિક પટેલ આ પહેલા પણ જ્યારે રાજ્ય સરકાર દ્વારા તેને સુરક્ષા આપવાની વાત કહી હતી તો તેણે આ વાતને નકારી હતી. અને તેણે સરકાર પર આરોપ પણ મૂક્યો હતો કે રાજ્ય સરકાર તેને સુરક્ષા આપવાના નામે તેની પર જાસૂસી કરી રહી છે. નોંધનીય છે કે ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. અને આ ચૂંટણીમાં પાટીદાર અનામત મુદ્દો અને હાર્દિક પટેલ દિવસેને દિવસે એક મહત્વનું પાસું બનીને બહાર આવી રહ્યા છે. ત્યારે આ જ કારણે તેમના જીવને ખતરો હોવાની સંભાવના હેઠળ તેમને સુરક્ષા આપવામાં આવી છે.

English summary
Gujarat’s Patidar leader, Hardik Patel has been accorded ‘Y’ category security by the Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X