
ગુજરાતે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષામાં સારું પ્રદર્શન કર્યું છે : CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે, ત્રણ મૂળભૂત પરિબળો જરૂરી છે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે ત્રણેયમાં સારું પ્રદર્શન કર્યું છે.

શાળા પ્રવેશોત્સવની 17મી આવૃત્તિ દરમિયાન સભાને સંબોધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામમાં રાજ્ય સરકારની વાર્ષિક શાળા પ્રવેશ અભિયાન, કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવની 17મી આવૃત્તિનો પ્રારંભ કર્યા બાદ એક સભાને સંબોધિત કર્યું હતું.

જો શિક્ષણનો પાયો મજબૂત હશે, તો આપણે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી શકીશું
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવા અને રાજ્યમાં શિક્ષણનો પાયોમજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નરેન્દ્ર મોદીએ 2003 માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી, જો શિક્ષણનો પાયોમજબૂત હશે, તો આપણે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી શકીશું.

ડ્રાઇવ હેઠળ 15,000 થી વધુ બાળકો ધોરણ 1 માં નોંધાયા
વર્ષ 2003માં જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવીહતી.
બનાસકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દ્વારા મેમદપુર ગામની બે સરકારી પ્રાથમિકશાળાઓ (છોકરાઓ અને છોકરીઓ માટે પ્રત્યેક એક) માં કુલ 71 પાત્ર બાળકોને ધોરણ 1 માં નોંધવામાં આવ્યા હતા.
મેમદપુરનીઆંગણવાડીમાં 35 બાળકો (3-5 વર્ષની વયજૂથમાં) પણ નોંધાયા હતા. બનાસકાંઠામાં, ડ્રાઇવ હેઠળ ગુરુવારના રોજ 15,000 થી વધુ બાળકોધોરણ 1 માં નોંધાયા હતા.

મેમદપુર એ વડગામ તાલુકાનું એક ગામ છે
મેમદપુર એ વડગામ તાલુકાનું એક ગામ છે, જે બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા મતવિસ્તારનો ભાગ છે, જેનું પ્રતિનિધિત્વ અપક્ષધારાસભ્ય જીગ્નેશ મેવાણી કરે છે, જેમણે વિરોધ પક્ષ કોંગ્રેસને સમર્થન આપવાનું વચન આપ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો આપણે કોઈપણ ક્ષેત્રમાં ટેક્નોલોજીનો લાભ લેવો હોય તો શિક્ષણ જરૂરી છે અને ગુજરાતમાં તેને મજબૂતકરવાના પ્રયાસો હંમેશા કરવામાં આવ્યા છે અને તે પ્રયાસોને કારણે ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.

ઇજનેરી શિક્ષણ અને તબીબી સેવાઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી
ગુજરાત સરકારે રાજ્યમાં ઇજનેરી શિક્ષણ અને તબીબી સેવાઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોવાનો દાવો કરતાં, મુખ્યમંત્રીએ"PM નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ" કોવિડ-19 રોગચાળા સામે લડવામાં રાજ્ય સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.

કોઈપણ બિમારી માટે રૂપિયા 5 લાખ સુધીનો તબીબી લાભ મળે છે
મુખ્યમંત્રીએ સરકારની આયુષ્માન કાર્ડ પહેલનો પણ ઉલ્લેખ કર્યો, જેના હેઠળ પાત્ર વ્યક્તિ કોઈપણ બિમારી માટે રૂપિયા 5 લાખ સુધીનોતબીબી લાભ મેળવી શકે છે.

20-22 વર્ષના યુવાનોને અશાંતિ શું છે, તે પણ ખબર નહીં હોય
સુરક્ષા વિશે વાત કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ અગાઉ અમદાવાદ જતા પહેલા અહીંના લોકોએ પહેલા ચેક કરાવવુંપડતું કે ત્યાં બધું બરાબર છે કે નહીં. બે દાયકા પહેલાં ઘણા વડીલોએ એ જોયું જ હશે, પરંતુ 20-22 વર્ષના યુવાનોને અશાંતિ શું છે, તે પણખબર નહીં હોય.