For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઇકોર્ટે બાબૂ બજરંગીના કામચલાઉ જામીન કર્યા મંજૂર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 19 એપ્રિલ: ગુજરાત હાઇકોર્ટે બાબૂ બજરંગીને બે દિવસના કામચલાઉ જામીન આપ્યા છે કારણ કે તેમની પત્નીનું ઓપરેશન કરવાનું હતું. બાબૂ બજરંગીને 2002ના નરોડા પાટીયા કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એસ એચ વોરાની પીઠે બાબૂ બજરંગી માટે કામચલાઉ જામીન અરજીને મંજૂર કરી દિધી હતી. આ અરજી તેમના પુત્ર વીરેન ભાઇ પટેલે દાખલ કરી હતી. તે 20 અને 21 એપ્રિલના રોજ જેલની બહાર રહેશે.

નિચલી કોર્ટે ગત વર્ષે બાબૂ બજરંગીને નરોડા પાટિયા નરસંહારના મુખ્ય કાવતરાખોર ગણાવતાં દોષી ગણાવ્યા હતા. આ નરસંહારમાં 97 લોકોના મોત નિપજ્યાં હતા. બાબૂ બજરંગીએ પોતાના આવેદનમાં કહ્યું હતું કે તેમની પત્ની મીના પટેલને ગર્ભાશયમાં ટ્યૂમર છે અને તેના માટે ઘણું જોખમી છે, ઓપરેશન કરાવવાની જરૂરિયાત છે તેની સહમતિ માટે બાબૂ બજરંગીને સહી કરવી પડશે.

babu-bajrangi

ફરિયાદી પક્ષે એમ કહેતાં તેનો વિરોધ કર્યો હતો કે અન્ય સંબંધીઓ પણ તેના પર સહી કરી શકે છે પરંતુ કોર્ટે બાબૂ બજરંગીને રાહત આપી છે. આ પહેલાં આ સંબંધે તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી. કારણ કે જમા કરાવવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટમાં સર્જરીની તારીખ ન હતી.

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના કાયદા વિભાગે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવા માટે એસઆઇટીની ભલામણોને મંજૂરી આપી હતી. તેમાં પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને બાબૂ બજરંગી સહિત 10 દોષીઓને મોતની સજા સંભળાવવાની માંગ કરવામાં આવી હતી.

હાઇકોર્ટની એક પીઠે નરોડા પાટિયા નરસંહાર માટે એક અન્ય દોષી પિંટુ જાડેજાને પણ એક અઠવાડિય માટે અસ્થાયી જામીન આપ્યા હતા, તેને 24 વર્ષની સજા સંભળાવી હતી. તેને પોતાના ભત્રીજાની સારવાર માટે પૈસાની સગવડ કરવા માટે કામચલાઉ જામીન આપવાની માંગણી કરી હતી.

English summary
Gujarat high court today granted two days temporary bail to Babu Bajrangi, sentenced to life imprisonment in the 2002 Naroda Patiya riot case, as his wife is undergoing a surgery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X