Gujarat HC recruitment 2021 : લીગલ અસિસ્ટન્ટની 16 જગ્યા માટે ભરતી થશે
Gujarat HC recruitment 2021 : ગુજરાત હાઇકોર્ટે કાનૂની મદદનીશ પોસ્ટ્સની ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરી છે. આ ભરતી કરારના આધારે કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો માટે 26 જુલાઈ 2021થી ઓનલાઇન અરજી કરી શકશે. જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ, 2021 છે.
આ અરજીના માન્ય ઉમેદવારોની લેખિત પરીક્ષા માટે કામચલાઉ તારીખ 3 ઓક્ટોબર જાહેર કરાઈ છે. આ સિવાય મૌખિક પરીક્ષા નવેમ્બર અથવા ડિસેમ્બર 2021માં લેવામાં આવશે. ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયા માટેની અરજી ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ http://gujarathighcourt.nic.in પર ઓનલાઈન કરવાની રહેશે.
આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોની નોકરીની અવધિ 11 મહિનાના કરાર આધારિત હશે. જ્યારે આ ભરતી ચીફ જસ્ટિસની મંજૂરીને આધિન રહેશે. આ ભરતી પ્રક્રિયાના આધારે વધુમાં વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટની ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 16 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. 10 ઓગસ્ટ, 2021 સુધીમાં ઉપર જણાવેલ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.