For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંજલ દવે હવે 'ચાર ચાર બંગડી વાલી ગાડી' સોન્ગ ગાઈ શકશે

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવે હવે તેનું ફેમસ સોન્ગ 'ચાર ચાર બંગડી વાલી ગાડી' ગાઈ શકશે.

|
Google Oneindia Gujarati News

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવે હવે તેનું ફેમસ સોન્ગ 'ચાર ચાર બંગડી વાલી ગાડી' ગાઈ શકશે. હાઇકોર્ટે તેના પરથી પાબંદી હટાવી લીધી છે. હાઇકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે કિંજલ દવે કોઈ પણ સાર્વજનિક જગ્યા પર તે ગીત ગાઈ શકે છે. આપને જણાવી દઈએ કે અમદાવાદની અદાલતે કોપીરાઈટ કેસમાં આ ગીત પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે આ સ્ટે ગુજરાતની ઉપરી અદાલતે રદ કરી નાખ્યો છે.

કોપીરાઈટ કેસમાં આ ગીત પર પ્રતિબંધ લગાવ્યો હતો

કોપીરાઈટ કેસમાં આ ગીત પર પ્રતિબંધ લગાવ્યો હતો

આપને જણાવી દઈએ કે 'ચાર ચાર બંગડી વાલી ગાડી' સૉન્ગને યુટ્યુબ પર 17 કરોડ લાઈક મળી ચુક્યા હતા. આ દરમિયાન ઑસ્ટ્રેલિયાના રહેનાર કાઠિયાવાડી કિંગે દાવો કર્યો કે તે ગીત તેને વર્ષ 2013 દરમિયાન મેલબોર્ન સિટીમાં કિંજલ દવે કરતા પહેલા ગાયું હતું. કિંજલે તેનું ગીત કોપી કર્યું છે. ત્યારપછી અમદાવાદની કોર્ટે આદેશ આપ્યો કે કિંજલ આ ગીત જાહેર જગ્યા પર નહીં ગાઈ શકે અને યુટ્યુબથી પણ તેને હટાવવા માટે આદેશ આપ્યો હતો.

આ ગીતે ગુજરાતમાં રેકોર્ડ તોડી નાખ્યા હતા

આ ગીતે ગુજરાતમાં રેકોર્ડ તોડી નાખ્યા હતા

'ચાર ચાર બંગડી વાલી ગાડી' ગીતે ગુજરાતમાં રેકોર્ડ તોડી નાખ્યા હતા. કિંજલ દવે ઘ્વારા ગાવામાં આવેલા આ ગીતને યુટ્યુબ પર 17.33 કરોડ લાઇક્સ મળ્યા હતા. આ ગીત સોશ્યિલ મીડિયા પર પણ છવાઈ ચૂક્યું હતું. ગુજરાતના લગ્ન પ્રસંગે આ ગીત ચોક્કસ વાગતું હોય છે.

અમદાવાદની કિંજલ દવે

અમદાવાદની કિંજલ દવે

કિંજલ દવે અમદાવાદની સિંગર છે અને 'ચાર ચાર બંગડી વાલી ઓડી' ગીત તેની ઓળખ બની ચૂક્યું છે. પરંતુ અદાલતે આદેશ આપ્યો હતો કે કિંજલ દવે પબ્લિકમાં આ ગીત નહીં ગાઈ શકે અને યુટ્યુબથી પણ તેને ગીત હટાવવું પડશે. તેની સાથે સાથે આ ગીત કોઈને પણ નહીં વેચી શકે તેવો આદેશ પણ આપ્યો હતો.

કોને કર્યો હતો કિંજલ દવે પર કેસ?

કોને કર્યો હતો કિંજલ દવે પર કેસ?

ઑસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે ઓળખાતો યુવક પણ એક ગુજરાતી જ છે. તેનો દાવો કર્યો હતો કે તે ગીત તેને લખ્યું છે અને ગાયું છે. કિંજલે તે ગીત કોપી કર્યું છે, ચોરી કર્યું છે. તેની કંપનીએ કોપીરાઈટ નિયમ હેઠળ જણાવ્યું કે તેને જે ગીત બનાવ્યું છે તે વર્ષ 2016 દરમિયાન યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું. જયારે કિંજલ દવેએ એક મહિના પછી તે ગીત ગાયું. પરંતુ હાઇકોર્ટે હવે કિંજલ દવેને રાહત આપી છે. એટલું જ નહીં પરંતુ આ ગીત સાંભળનાર લોકો માટે પણ સારા સમાચાર છે.

English summary
Gujarat HC Relief to Kinjal Dave, Now she can sing "Char Char Bangdi vali gadi" song
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X