For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં પોલીસદમન કેસમાં વળતર ચૂકવવવા હાઇકોર્ટનો આદેશ

|
Google Oneindia Gujarati News

gujarat
અમદાવાદ, 22 માર્ચ: વર્ષ 2012ના જૂન માસમાં રાજકોટ ખાતે પોલીસ દ્વારા દલિતો પર કરવામાં આવેલા દમન અંગે આજે ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે પીડિતોને પોલીસકર્મીઓના પગારમાંથી વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે આ અંગે મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે આ કેસમાં દલિતો પર દમન કરનાર જવાબદાર પોલીસ કર્મીઓના પગારમાંથી અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે. જેના પેટે દરેક પીડિતને 25,000 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત કોર્ટે જવાબદાર પોલીસ કર્મીઓની ઝાટકણી પણ કાઢી હતી.

કોર્ટે જણાવ્યું કે પોલીસકર્મીઓએ દલિતોને મારવામાં કોઇ કસર બાકી રાખી ન્હોતી. આ ઉપરાંત કોર્ટે આ અંગે પોલીસકર્મીઓની ખાતાકીય તપાસ કરવાનો આદેશ ગૃહવિભાગને કર્યો છે.

English summary
Gujarat high court order to pay compensation to Rajkot's dalit victims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X