For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે રહેવા ઈચ્છતી ગર્લફ્રેન્ડ માટે ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

એક કેસની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે 20 વર્ષીય યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે રહેવાની પરવાનગી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

એક કેસની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે 20 વર્ષીય યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે રહેવાની પરવાનગી આપી દીધી છે. યુવતીનો બોયફ્રેન્ડ 19 વર્ષનો છે અને તે અત્યારે લગ્ન કરી શકતો નથી. યુવતીએ પોતાના પરિવાર સાથે રહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યુ કે યુવતી નાની નથી અને તે કાયદાકીય રીતે પોતાનો નિર્ણય લઈ શકે છે કે તેને કોની સાથે રહેવુ છે.

કોર્ટે આપી પ્રેમી જોડાને સાથે રહેવાની પરવાનગી

કોર્ટે આપી પ્રેમી જોડાને સાથે રહેવાની પરવાનગી

રાજ્ય સરકારે પણ કોર્ટને ભરોસો અપાવ્યો છે કે તેમના નિર્દેશ અનુસાર યુવતી જ્યાં રહેવા ઈચ્છે છે તેમાં પોલિસ દ્વારા મદદ કરવામાં આવશે. વાસ્તવમાં યુવક 19 જુલાઈએ કોર્ટ પહોંચ્યો હતો અને તેણે અરજી કરી હતી કે યુવતીને તેના પરિવારે બળજબરીથી રોકી રાખી છે. યુવકે કોર્ટને અપીલ કરી હતી કે તેને અદાલતમાં હાજર કરવામાં આવે. 19 વર્ષના યુવકે કહ્યુ કે કાયદાની દ્રષ્ટિએ તે હજુ લગ્ન કરી શકતો નથી એટલા માટે તે લિવ-ઈનમાં રહેવા માટે એકબીજાની સંમતિથી તૈયાર થયા હતા.

હાઈકોર્ટ પહોંચ્યો હતો યુવક

હાઈકોર્ટ પહોંચ્યો હતો યુવક

યુવકે જણાવ્યુ કે તે બંને એકબીજા પર ભરોસો કરે છે એટલા માટે યુવતી તેની સાથે રહેવા માટે તૈયાર થઈ હતી. અન્ય અંતર્જાતીય સંબંધોની જેમ જ તેમને પણ મુશ્કેલીઓ ઝેલવી પડી અને યુવતીના પરિવારે આનો વિરોધ કર્યો હતો. યુવકની યાચિકા પર સુનાવણી કરતા કોર્ટે સુરેન્દ્રનગર પોલિસને યુવતીને અદાલત સામે લઈને આવવાના નિર્દેશ આપ્યા હતા.

યુવતીએ પરિવાર સાથે રહેવાનો કર્યો ઈનકાર

યુવતીએ પરિવાર સાથે રહેવાનો કર્યો ઈનકાર

બુધવારે પોલિસે યુવતીને અદાલત સામે હાજર કરી હતી. પોલિસ યુવતીને તેની મા ના ઘરેથી લઈને આવી હતી. કોર્ટે જ્યારે યુવતીને તેની મરજી પૂછી તો તેણે સ્પષ્ટ કહી દીધુ કે તે પોતાની મા અને સંબંધીઓ સાથે રહેવા ઈચ્છતી નથી. ત્યારબાદ કોર્ટે યુવક અને યુવતીને સાથે રહેવાની પરવાનગી આપી દીધી.

English summary
gujarat high court permitted woman to live with her boyfriend who can't marry her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X