For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

28 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ ડિવોર્સ કેસ પર ચુકાદો આવ્યો, પત્નીને આપવા પડશે 17 લાખ રૂપિયા

ગુજરાતમાં એક દંપત્તિની ડિવોર્સ અરજી પર હાઈકોર્ટે 28 વર્ષ બાદ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પતિને છૂટાછેડાની મંજૂરી આપી દીધી છે

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં એક દંપત્તિની ડિવોર્સ અરજી પર હાઈકોર્ટે 28 વર્ષ બાદ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પતિને છૂટાછેડાની મંજૂરી આપી દીધી છે. સાથે જ નિર્દેશ આપ્યા છે કે પતિ પોતાની પૂર્વ પત્નીને તરીકે 17 લાખ રૂપિયા આપે. કોર્ટનો આ ચુકાદો આવતા જ વ્યક્તિને પોતાના બીજા લગ્નની કાયદેસરતા પણ મળી ગઈ છે. જો કે પૂર્વ પત્નીથી અલગ થવા માટે તેને 17 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ મહિલાને જીવનનિર્વાહ માટે મળશે. તમને જણાવી દઈએ કે આ કેસ 33 વર્ષ જૂનો છે કે જે 28 વર્ષ પહેલા હાઈકોર્ટ પહોંચ્યો હતો.

gujarat HC

માહિતી અનુસાર અમદાવાદના રહેવાસી ધનજીભાઈ પરમારની વર્ષ 1978માં ઈન્દિરાબેન સાથે લગ્ન થયા હતા. તેમણે વર્ષ 1983માં એક બાળક પણ થયુ પરંતુ દામ્પત્ય જીવન બરાબર ન ચાલવાને કારણે પરમારે વર્ષ 1986માં છૂટાછેડા માટે એક સ્થાનિક અદાલતમાં અરજી કરી દીધી. અદાલતે આ કેસમાં એકપક્ષીય ચુકાદો આપીને પરમારના છૂટાછેડાને મંજૂરી આપી દીધી. આના એક મહિનાની અંદર પરમારે રમીલાબેન સાથે લગ્ન કરી લીધા. રમીલાબેનથી પરમારને ત્રણ બાળકો પણ થયા.

પરમારના લગ્નના 7 મહિના બાદ ઈન્દિરાબેનેન સિવિલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. વર્ષ 1991માં હાઈકોર્ટે સિવિલ કોર્ટના ચુકાદાને રદ કરી દીધો. આનાથી પરમારના બીજા લગ્ન જોખમમાં મૂકાઈ ગયા. પછી 28 વર્ષ સુધી આ કેસ પેન્ડિંગ રહ્યો. લગભગ 3 દશક લાંબો ચાલ્યા બાદ આ કેસ પર હાઈકોર્ટમાં ફરીથી સુનાવણી થઈ. જેમાં હાઈકોર્ટે પરમારના છૂટાછેડાને કાયદેસર મંજૂરી આપી. સાથે પરમારને આદેશ આપ્યો કે તે પોતાની પૂર્વ પત્ની ઈન્દિરાબેનને ભરણપોષણ રૂપે 17 લાખ રૂપિયા આપે.

આ પણ વાંચોઃ કેદારનાથ જેવી ફિલ્મ બાદ સુશાંતે સારા અલી ખાન સાથે કામ કરવાની ના પાડી, કેમ?આ પણ વાંચોઃ કેદારનાથ જેવી ફિલ્મ બાદ સુશાંતે સારા અલી ખાન સાથે કામ કરવાની ના પાડી, કેમ?

English summary
Gujarat High Court take 33 years to grant divorce to man
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X