હોળીકા દહન બાદ આગના અંગારા પર ચાલ્યા લોકો

Written By:
Subscribe to Oneindia News

અનિષ્ટ તત્વો પર વિજયનું પ્રવ હોળી. ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં હોળી-ધૂળેટીનો તહેવાર લોકો ખૂબ ઉત્સાહપૂર્વ ઉજવે છે. હોલિકા દહન કે હોળી પ્રગટાવી તેની પૂજા કરવાના રિવાજને ખૂબ મહત્વ અપાયું છે. હોળી પ્રગટાવવાના રિવાજ સાથે અનેક લોકકથાઓ અને માન્યતાઓ સંકળાયેલી છે. સુરત જિલ્લા નજીક એક ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ લોકો આવી જ કોઇ માન્યતા હેઠળ આગના અંગારા પર ચાલતા જોવા મળ્યા હતા.

ઓલપાડના સરસ ગામમાં લોકોએ હોળીકા દહન બાદ અંગારા પર ચાલવાનું સાહસ કર્યું હતું. અંગારાને આસ્થાનું પ્રતિક માનવામાં છે અને આથી લોકો ઇશ્વર પરની શ્રદ્ધાને આધારે જ આ સાહસ કરે છે. આ ગામમાં અંગારા પર ચાલવાનો આ રિવાજ વર્ષો જૂનો છે. શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા, વર્ષોથી આ ગામનું દરેક માણસ હોળી પ્રગટાવ્યા બાદ અંગારા પર ચાલે છે. આજુ-બાજુના ગામના લોકો આ નજારો જોવા માટે ત્યાં એકઠા થઇ જાય છે, તો ક્યારેક તેઓ પણ આ સાહસમાં ઝંપલાવે છે.

English summary
Gujarat- Holika dahan: people in a village of Surat walk on fire embers.
Please Wait while comments are loading...