ગુજરાતઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
અમદાવાદઃ કોરોનાના કહેરના કારણે ગુજરાતમાં હાલમાં શાળા અને કૉલેજોમાં બંધની સ્થિતિ છે ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે ઉતરાયણ બાદ ફૉર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. બોર્ડની પરીક્ષાના ચાર મહિના પહેલા જ ફૉર્મ ભરવામાં આવશે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના સંકટ ચાલી રહ્યુ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા નિયત સમયમાં પરીક્ષા યોજાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સચેત થયુ છે. મળતી માહિતી મુજબ ઉતરાયણ બાદ પરીક્ષાના ફૉર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે શિડ્યુલ નક્કી કરવામાં આવ્યુ છે તેનુ પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગ અત્યારથી કામે લાગી ગયુ છે.
ઉલ્લેખનીય છે કેગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો કુલ આંકડો 1,98,899 પહોંચી ગયો છે. 24 કલાકમાં અહીં 1,487 નવા દર્દી મળ્યા. આ સંખ્યા દિવાળીના તહેવાર બાદ વધી છે. ગુજરાતમાં કોરોનાના કારણે અત્યાર સુધી 1,952 લોકોના મોત થયા છે. આમાં સૌથી વધુ 1981 કોરોના દર્દીના મોત અમદાવાદ શહેરમાં થયા છે. વળી, અહીં સંક્રમણના નવા કેસ વધતા જોઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ લગાવી દીધો છે. આવી પરિસ્થિતમાં શિક્ષણ વિભાગ માટે બોર્ડની પરીક્ષાઓનુ આયોજન કરવુ મુશ્કેલીભર્યુ છે.
બોરિદ્રા પ્રાથમિક શાળાના ઉર્જા બચત ગીતની વિશ્વ કક્ષાએ પસંદગી