• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિક્ષણ ક્ષેત્રે પણ ''એજ્યુકેશન હબ'' બનવાની દિશામાં ગુજરાત અગ્રેસર

By Kumar Dushyant
|

ગાંધીનગર, 27 માર્ચ: વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં જોડાતા રાજ્યના વિદ્યાર્થીઓના લાભ સાથે શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત 'એજ્યુકેશન હબ' બને તેવા હેતુથી રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીના પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં ફી તથા પ્રવેશના નિયમન અંગેના વર્ષ ૨૦૦૭ના કાનૂનમાં સુધારો સૂચવતું વિધેયક ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજ અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) અંગેનું સુધારા વિધેયક-૨૦૧૩ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં દાખલ કરતાં વિધાનસભા ગૃહમાં આ વિધેયકને પસાર આજે કરવામાં આવ્યું હતું.

આ વિધેયકની આવશ્યકતા અને તેના લાભ સાથે તેની પાદ્‌ભૂમિકા સમજાવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અગાઉના વિધેયકમાં કેટલાક સુધારાઓના પરિણામે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓનો પણ જે તે અભ્યાસક્રમોમાં પ્રવેશનો માર્ગ મોકળો થવાથી શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત 'એજ્યુકેશન હબ' બનશે. રાજ્યના તમામ લાયક ઉપલબ્ધ વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યા બાદ પણ સ્વનિર્ભર કોલેજોમાં નોંધપાત્ર ખાલી રહેતી જગ્યામાં રાજ્યના વિદ્યાર્થીઓના પ્રવેશહક કોઇ પણ સંજોગોમાં જોખમાય નહીં તેની તકેદારી સાથે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની નિર્ધારિત નીતિ અનુસાર સ્વનિર્ભર કોલેજો પ્રવેશ આપી શકશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, ડીગ્રી, ડિપ્લોમાં ઇજનેરી, ફાર્મસી, એમ.બી.એ. જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ આપતી રાજ્યની કોલેજો અને તેની બેઠકોમાં રાજ્ય સરકારની પ્રોત્સાહન નીતિના પરિણામે છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦૦ ટકા જેટલો જંગી વધારો થયો છે. રાજ્યના વિદ્યાર્થીઓને તેના મહત્તમ લાભ સાથે તેમના વ્યાવસાયિક જ્ઞાનમાં ગુણાત્મક સુધારા સાથે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાશે. તેના કારણે રાજ્ય અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાશે. તેના કારણે રાજ્ય અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થવાથી સરેરાશ વિદ્યાર્થીને લાભ થશે.

વર્ષ ૨૦૦૮ના કાનૂનમાં આ વિધેયકના સુધારામાં વ્યાવસાયિક, ટેકનિકલ કોલેજોમાં અભ્યાસ કરવા ઇચ્છતા રાજ્યના વિદ્યાર્થીઓના પ્રવેશહકના ભોગે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાય તેની ખાસ તકેદારી પ્રસ્તુત સુધારાઓમાં રખાઇ હોવાનું પણ શિક્ષણમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું. નવી કોલેજોને પ્રોત્સાહિત કરતી રાજ્ય સરકારની પ્રોત્સાહન નીતિના કારણે રાજ્યની વ્યાવસાયિક, ટેકનિકલ કોલેજો અને તેની બેઠકોમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે.

modi-gujarat-cm

ડીગ્રી ઇજનેરી, ફાર્મસી અને એમ.બી.એ.ના અભ્યાસક્રમોની છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ખાલી રહેલ બેઠકો પૈકી ૯૦ ટકાથી વધુ બેઠકો સ્વનિર્ભર સંસ્થાઓમાં ખાલી રહેલ તેની આંકડાકીય વિગતો આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧૦૨માં સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોની સંખ્યા ૧૩૬ હતી, જ્યારે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા ૨૬,૭૨૦ હતી. વર્ષ ૨૦૦૭૦૮માં કોલેજોની સંખ્યા ૨૮૯ સાથે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા ૪૭૫૦૭ની હતી. જયારે વર્ષ વર્ષ ૨૦૧૨૧૩ માં કોલેજોની કુલ સંખ્યા ૬૪૨ સાથે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા ૧,૪૫,૪૫૧ જેટલી થઇ છે.

આમ, છેલ્લા ૧૦ વર્ષમાં પ્રોફેશનલ અને ટેકનિકલ કોલેજોની સંખ્યા અને બેઠકોમાં થયેલા જંગી વધારાના પરિણામે રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અગાઉની જેમ અન્ય દૂરના રાજ્યમાં જવું પડતું નથી. ઉપરાંત આ તમામ લાયક વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યા બાદ પણ નોંધપાત્ર સંખ્યામાં બેઠકો ખાલી રહે છે. વર્ષ ૨૦૧૨૧૩માં ઉપલબ્ધ બેઠકોમાંથી ૨૬૪૪૬ બેઠકોની ખાલી રહી, જેમાંથી સ્વનિર્ભર કોલેજોની ૨૫૬૬૯ બેઠકો ખાલી રહી હતી, જેની ટકાવારી ૯૦ ટકા જેવી થવા જાય છે.

આમ, સ્વનિર્ભર સંસ્થાઓની ખાલી બેઠકોની સંખ્યાનું વધુ પ્રમાણ જોતા મેનેજમેન્ટ કવોટાની બેઠકો ઉપર અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને પણ નિર્ધારિત નિયમોના આધારે પ્રવેશ આપવાની જોગવાઇ આ સુધારા અધિનિયમથી કરાઇ છે. આ અધિનિયમના સેકશન૭ની આ સુધારા જોગવાઇથી આપણા રાજ્યના વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મકતા તેમજ તેમના વ્યાવસાયિક જ્ઞાનમાં ગુણાત્મક સુધારો થશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પૈકી કોઇ સંસ્થાઓ રાષ્ટ્રિય કે આંતરરાષ્ટ્રિીય સ્તરે નામના મેળવે એવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા મૂળ વિધેયકના સેકશન-૧૦માં પણ સુધારો સૂચવાયો છે. તે મુજબ આ સુધારા વિધેયકમાં ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી ઉચ્ચ ધોરણો ધરાવતી અન્ય સંસ્થાઓને Center of Excellence તરીકે જાહેર કરી તેને કાયદાની અમૂક અથવા બધી જોગવાઇમાંથી મુકત કરવાની જોગવાઇ છે. તેના કારણે રાજ્ય સરકાર નકકી કરે તે પ્રમાણેના માપદંડ મુજબ લાયક ઠરતી સંસ્થાઓ દેશની આઇ.આઇ.ટી. અને આઇ.આઇ.એમ. જેવી ખ્યાતનામ સંસ્થાઓ સમકક્ષ ઉભી રહી શકશે.

સુધારા વિધેયકમાં દાખલ કરાયેલ જોગવાઇઓ અનુસાર ખરેખર શ્રેષ્ઠ હોય તેવી પ્રોફેશનલ અભ્યાસક્રમ ચલાવતી ખૂબ જૂજ સંસ્થાઓ તેની ફી સ્વતંત્ર રીતે નકકી કરી શકશે. પરંતુ સરકાર દ્વારા આવી સંસ્થાઓના ચયન માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના તેમજ આ સંસ્થાઓના કડક માપદંડો ખૂબજ કાળજીપૂર્વક નકકી કરવામાં આવે કે જેથી સાચા અર્થમાં લાયક સંસ્થાઓને જ આ સુધારા વિધેયકનો લાભ મળી શકે તેની તકેદારી રખાઇ છે.

આ સૂચિત સુધારા વિધેયક આ ઉપરાંત ઓલ ઇન્ડિયા કાઉન્સિલ એાફ ટેકનિકલ એજ્યુકેશન (એ.આઇ.સી.ટી.ઇ) અને અન્ય વૈધાનિક સંસ્થાઓ દ્વારા વખતો વખત જાહેર કરાતી સંખ્યાધિક બેઠકો ભરવા માટેના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને ભરવામાં આવતી બેઠકો જેવી કે ડિપ્લોમાં ટુ ડીગ્રી અભ્યાસક્રમોની બેઠકો, ટયુશન ફી માફી (Tuition Fee Waiver) સ્કીમ અંતર્ગત ભરવામાં આવતી બેઠકો વગેરે માટેની સુસ્પષ્ટ જોગવાઇઓ પણ આ વિધેયકમાં છે. આ વિધેયક અમલમાં આવ્યા બાદ તે અંગેના નિયમો પણ રાજ્ય સરકાર નિર્ધારિત કરશે.

English summary
Gujarat in way to become Education Hub.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more