For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું કિડની કૌભાંડ: 13 લોકોની એક કિડની કઢાઇ, નંબરો હજી વધશે!

|
Google Oneindia Gujarati News

મંગળવાર સવારે પોલીસતંત્ર દ્વારા આણંદ પાસેના પંડોળી ગામોમાં મોટી રેડ પાડતા ગુજરાતના સૌથી મોટા કિડની કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. પોલિસ આ કેસમાં 13થી વધુ લોકોને આણંદની અમદાવાદ લઇ આવી છે. આ તમામ લોકોની બી.જે. મેડિકલ હોસ્પિટલમાં 7 ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ કરતા તે વાત સ્પષ્ટ થઇ છે કે આ તમામ લોકોની એક એક કિડની નીકાળી દેવામાં આવી છે.

આ ઘટસ્ફોટ બાદ પોલિસે આ તમામ દર્દીઓની કડક તપાસ હાથ લીધી હતી. આણંદ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ તથા મેડિકલ ટીમે આ કૌભાંડની તપાસ શરૂ કરતા શરૂઆતી જાણકારી મળી હતી કે આમાંથી અનેક યુવાનોને ભોળવીને કે પછી લાલચ આપીને તથા છેતરીને તેમની કિડની નીકાળવામાં આવી છે.

controversy

કેટલાક યુવકોને નડિયાદ, ચેન્નઇ, શ્રીલંકા, દિલ્હી, જેવી જગ્યાએ લઇ જઇને તેમની કિડની નીકાળવામાં આવી છે. વળી પોલિસને ભીતી છે કે આણંદ અને તેની આસપાસના કેટલાક ગામોમાં આ અંગે વધુ તપાસ કરતા હજી પણ આંકડો વધવાશે. ત્યારે હાલ તો આણંદના જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવે વિવિધ પાંચ ટુકડી બનાવી છે અને કુલ 20 સભ્યોને આની તપાસ સોંપાઈ છે. અને આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે જાણવાનો પ્રયાસ હાથ કર્યો છે.

શરૂવાતી તપાસમાં એજન્ટ જાવેદ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે જે આ યુવકોને ભોળવી કે પછી ઉઠાવી જઇને તેમની કિડની કાઢવાનું આ કૌભાંડ કરતો હતો. ત્યારે ગુજરાતના આ મોટો કિડની કૌભાંડના તાર હવે ક્યાં સુધી લંબાયેલા છે અને તેમાં કેવા કેવા લોકોનું નામ બહાર આવે છે તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Gujarat Kidney Scam: 13 people kidney have been removed. Number will increase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X