For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Local Body Election: વિજય રૂપાણીનો પ્રહાર- કોંગ્રેસ ડૂબતી હોડી છે

Gujarat Local Body Election: વિજય રૂપાણીનો પ્રહાર- કોંગ્રેસ ડૂબતી હોડી છે

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપે સતત ત્રણ ચૂંટણી જીતનારને ટિકિટ ના આપવાનો ફેસલો લીધો છે, પરંતુ કોંગ્રેસ સતત ત્રણ ચૂંટણી હારનારને ટિકિટ આપવાથી ઈનકાર કરવાની હિમ્મત નથી દેખાડી શકતી. વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ એક ડૂબતી હોળી છે. કોંગ્રેસ સત્તામાં નથી તથા સત્તામાં આવશે પણ નહિ. તેમ છતાં ત્યાં ગુટબાજી અને આંતરીક ઝઘડાઓ છે. આનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટી ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તામાં આવશે તથા બે લાખથી વધુ લોકોએ ભાજપની ટિકિટ માંગી છે, પરંતુ 200 લોકો પણ આજે ટિકિટ વિતરણને લઈ પોતાની નારાજગી નથી જતાવી રહ્યા. આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને અનુશાસનનું પરિણામ છે.

વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા

વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા

વિજય રૂપાણીએ દાવો કર્યો કે કોંગ્રેસ ગુજરાતના જનમાનસથી હટી ચૂકી છે. ગુટબાજી, વિવાદ તથા જાતિવાદમાં સંલિગ્ન કોંગ્રેસને હવે ગુજરાતની જનતા સ્વીકારવા માટે તૈયાર નથી. વિજય રૂપાણીનું કહેવું છે કે આગામી રાજ્યસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના કોઈપણ ધારાસભ્યને ભાજપમાં સામેલ નહિ કરાય. રાજ્યસભાની બંને સીટ ભાજપના ખાતામાં જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યસભાની બે સીટ માટે અલગ અલગ નોટિફિકેશન જાહેર કરાયાં. વિધાનસભામાં 182માંથી ભાજપ પાસે 111 સીટ છે. માટે બહુમતના આધારે ભાજપ બંને સીટ જીતી લેશે. વિજય રૂપાણીનું કહેવું છે કે પ્રદેશ ભાજપમાં કોઈપણ પ્રકારનો વિવાદ નથી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ તથા અન્ય તમામ નેતા પોતપોતાની જવાબદારીઓ અને સંગઠન તરફથી સોંપવામાં આવેલાં કામ પૂરાં કરે છે.

ગુજરાતને સર્વોત્તમ રાજ્ય બનાવવું

ગુજરાતને સર્વોત્તમ રાજ્ય બનાવવું

વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત ઉત્તમ રાજ્ય બની ચૂક્યું છે, હવે તેને સર્વોત્તમ પ્રદેશ બનાવવો છે. વિકાસની ગતિને તેજ કરવા માટે તેઓ અડધી પીચ પર જઈ રમવા માટે તૈયાર છે. રૂપાણીનું કહેવું છે કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની પેજ સમિતિનો ફોર્મ્યુલા ભાજપને પ્રચંડ જીત અપાવશે.

ભાજપના કાર્યકરોના વખાણ કર્યાં

ભાજપના કાર્યકરોના વખાણ કર્યાં

ટિકિટ વિતરણમાં ધાંધલી તથા ટિકિટ વેચવાના આરોપોને પણ રૂપાણીએ ગંભીર જણાવતા કહ્યું કે સાર્વજનિક જીવનમાં આવા પ્રકારની ઘટનાઓ ના થવી જોઈએ. ભાજપમાં મામૂલી વિવાદને મીડિયા તોડી મરોડીને દેખાડે છે. રાજ્યમાં 200 કાર્યકર્તાઓએ ભાજપની ટિકિટ માંગી, જે પાર્ટી સંગઠનની તાકાતને દર્શાવે છે તથા તેમાંથી મોટી સંખ્યામાં લોકોને ટિકિટ નથી મળી, પરંતુ છતાં ક્યાંય અસંતોષ જોવા નથી મળ્યો. અગાઉ સીઆર પાટીલે એક જનસભામાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે લોકતાંત્રિક તથા જનતાને સમર્પિત પાર્ટી છે. સંગઠનથી લઈ ટિકિટ વિતરણમાં તમામ કાર્યકર્તાઓને સમાન રૂપે અવસર તથા અધિકાર પ્રદાન કરવામાં આવ્યા. પાટિલે એવા કાર્યકર્તાઓને પણ પત્ર લખી સાર્વજનિક રૂપે માફી માંગી, જેમને આ ચૂંટણીમાં ટિકિટ નથી આપી શકાઈ.

Gujarat Local Body Election: પૂર્વ મંત્રી અને પૂર્વ MLA કિરિટ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુGujarat Local Body Election: પૂર્વ મંત્રી અને પૂર્વ MLA કિરિટ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ

English summary
Gujarat Local Body Election: congress is a sinking boat says vijay rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X